31 January, 2023 04:21 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
આસારામને (Asaram) બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. કાલે જ ગુજરાતના સેશન્સ કૉર્ટે આ મામલે સુનાવણી કરી હતી. હવે આ કડીમાં આજે નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે. આ પહેલા વધુ એક બળાત્કાર મામલે આસારામ પહેલાથી આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે. એવામાં એકવાર ફરી દોષી જાહેર થતા તેમની મુશ્કેલીઓ વધી છે.
શું છે આખી ઘટના?
જણાવવાનું કે કાલે ગાંધીનગર સેશન્સ કૉર્ટે આસારામને દોષી જાહેર કર્યા હતા, તો અન્ય આરોપીને કૉર્ટે નિર્દોષ જણાવ્યો હતો. કેસની વાત કરીએ તો બે બહેનોએ આસારામ અને તેના દીકરા વિરુદ્ધ બળાત્કારનો આરોપ મૂક્યો હતો. જેમાં નાની બહેનના આરોપ પર નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા મળી ચૂકી છે, તો મોટી બેહનના આરોપી આસારામને આજે કૉર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે.
આ પહેલા પણ નથી મળી રાહત, હવે ફરી ઝટકો
હવે આસારામને આ ઝટકો તો મળી જ ગયો છે, પણ વકીલ હવે હાઇકૉર્ટ તરફ જઈ રહ્યા છે. આસારામના વકીલે કહ્યું કે અમે આ નિર્ણયને હાઈ-કૉર્ટમાં પડકાર આપીશું. અહીં એ સમજવું જરૂરી છે કે અત્યાર સુધી આસારામને કૉર્ટ તરફથી કોઈપણ રાહત મળી નથી. જે બીજો રેપ કેસ તેના પર ચાલી રહ્યો છે, તેમાં સુપ્રીમ કૉર્ટ દ્વારા ગયા વર્ષે તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારે આસારામ તરફથી દલીલ આપવામાં આવી હતી કે તેની ઊંમર થઈ ચૂકી છે, અનેક પ્રકારની બીમારીઓ પણ છે, એવામાં તેને જામીનનો અધિકાર છે. પણ ત્યારે કૉર્ટે કોઈ રાહત આપી નહોતી અને સુનાવણી આગળ માટે ટાળી દીધી હતી.
આ પણ વાંચો : બળાત્કાર કેસમાં આસારામ દોષી, કૉર્ટ કાલે કરશે સજાની જાહેરાત
કેવી રીતે આગળ વધી તપાસ?
આમ તો જે કેસમાં આસારામને દોષી જાહેર કરવામાં આવ્યો છે, તેની સુનાવણી પણ લગભગ 9 વર્ષ સુધી ચાલી. આ મામલે તપાસ અધિકારી દિવ્યા રવિયાને તો અનેકવાર જીવલેણ ધમકીઓ પણ મળી હતી. પણ તેમ છતાં તપાસ ચાલુ રાખવામાં આવી અને કુલ 68 લોકોના નિવેદન નોંધાયા. આ મામલે 8 આરોપી હતા જેમાં 1 આરોપી સરકારી ગવાહ બન્યો હતો.