PM મોદીની ડિગ્રી પર ટિપ્પણી કરનાર અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટની મોટી ફટકાર, આ અરજી ફગાવી

21 October, 2024 09:09 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Arvind Kejriwal remarks on PM Narendra Modi Degree: ન્યાયમૂર્તિ હૃષિકેશ રૉય અને એસવીએન ભાટીની બેન્ચે જણાવ્યું હતું કે તે આ બાબતમાં દખલ કરવા માગતી નથી, ખાસ કરીને જ્યારે સહ-આરોપી AAP નેતા સંજય સિંહની સમાન અરજી આઠમી એપ્રિલ, 2024 ના રોજ ફગાવી દેવામાં આવી

નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે (Arvind Kejriwal remarks on PM Narendra Modi Degree) આ માનહાનિના કેસને સ્ટે આપવાની કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે, જેના કારણે ગુજરાતમાં કેજરીવાલ સામે ફોજદારી માનહાનિનો કેસ ચાલુ રહેશે. ન્યાયમૂર્તિ હૃષિકેશ રૉય અને એસવીએન ભાટીની બેન્ચે જણાવ્યું હતું કે તે આ બાબતમાં દખલ કરવા માગતી નથી, ખાસ કરીને જ્યારે સહ-આરોપી AAP નેતા સંજય સિંહની સમાન અરજી આઠમી એપ્રિલ, 2024 ના રોજ ફગાવી દેવામાં આવી હતી.

પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal remarks on PM Narendra Modi Degree) એક અદાલત કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સને પડકારતા કેસ પર સ્ટે આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અગાઉ ગુજરાત હાઈ કોર્ટે પણ તેમની આ અરજી ફગાવી દીધી હતી. અગાઉ, એપ્રિલ 2024 માં, સુપ્રીમ કોર્ટે પણ AAP નેતા સંજય સિંહની આવી જ માગને નકારી કાઢી હતી અને હવે કેજરીવાલની અરજી પણ ફગાવી દેવામાં આવી છે.

કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું કે આ કેસ સંજય સિંહ (Arvind Kejriwal remarks on PM Narendra Modi Degree) કરતા અલગ છે. સિંઘવીએ કહ્યું કે બદનક્ષીનો કોઈ કેસ કરવામાં આવ્યો ન હતો કારણ કે કેજરીવાલે માત્ર એ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પીએમની ડિગ્રીને એક્ઝિક્યુટિવ પાસેથી કેમ ગુપ્ત રાખવામાં આવી રહી હતી જ્યારે યુનિવર્સિટીએ આગળ આવવું જોઈતું હતું અને જણાવવું હતું કે તેમની સંસ્થામાં શિક્ષિત વ્યક્તિ વડા પ્રધાન બન્યા છે. એક વખત સુનાવણી દરમિયાન સિંઘવીએ કેજરીવાલના પસ્તાવાની વાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની ટિપ્પણીઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અરવિંદ કેજરીવાલે માગ કરી હતી કે તેમની સામેના માનહાનિના કેસ પર રોક લગાવવામાં આવે.

જસ્ટિસ હૃષિકેશ રૉત અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટની બીજી બેન્ચે 8મી એપ્રિલે આ જ કેસમાં સંજય સિંહની અરજી ફગાવી દીધી હતી. ખંડપીઠે કહ્યું કે આપણે સમાન અભિગમ અપનાવવો પડશે. આ પહેલા ગુજરાત હાઈ કોર્ટે (Arvind Kejriwal remarks on PM Narendra Modi Degree) ફેબ્રુઆરીમાં સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અરજીમાં તેમણે આ કેસમાં તેની સામે જારી કરાયેલા સમન્સને રદ કરવાની અપીલ કરી હતી. સિંહ અને કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દાખલ કરાયેલા સમન્સ અને ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ સામે તેમની રિવિઝન અરજીઓ ફગાવી દેવાના આદેશને પડકારતી અરજી હાઇ કોર્ટમાં કરી હતી.

arvind kejriwal narendra modi gujarat high court supreme court gujarat news new delhi