30 September, 2024 07:53 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અનુપમ ખેરની તસવીરવાળી ચલણી નોટ (સૌજન્ય સોશિયલ મીડિયા)
દેશમાં નકલી ચલણી નોટોનો ઉપયોગ કરવાના અને તેને બતાવટી નોટો છાપવાના અનેક મોટા સ્કેમને પકડીને તેમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દરોડા પાડીને આ નકલી નોટો બનાવનાર ગુનેગારોને રોકે છે, જોકે હાલમાં એવો એક વિચિત્ર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને પોલીસની સાથે બેન્કો પણ મુંજવાણમાં મુકાઈ ગઈ છે. હાલમાં એવો જ એક કિસ્સો ગુજરાતમાં (Anupam Kher Fake Currency) બન્યો છે જ્યાં એક સોનાના વેપારીને ગાંધીજીની તસવીરવાળી ચલણી નોટને બદલે બૉલિવૂડ અભિનેતા અનુપમ ખેરની તસવીરવાળી નોટ આપી તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
છેતરપિંડીના આ વિચિત્ર કેસમાં, અમદાવાદના (Anupam Kher Fake Currency) એક વેપારીને રૂપિયા 500ની નકલી નોટ મળ્યા બાદ આઘાતમાં મુકાઈ ગયો હતો. આ નોટો માત્ર નકલી જ નથી પરંતુ તેના પર મહાત્મા ગાંધીની જગ્યાએ બૉલિવૂડ અભિનેતા અનુપમ ખેરની તસવીર પ્રિન્ટ કરવામાં આવી છે. આ અસામાન્ય ઘટનાએ દેશભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે તેમ જ ખેરે પોતે સોશિયલ મીડિયા પર રમૂજી રીતે તેમનો અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રતિક્રિયા શૅર કરતા તેમણે લખ્યું, "લો જી કરલો બાત... 500ની નોટ પર ગાંધી જી કે જગહ મેરી ફોટો???? કુછ ભી હો સ્કતા હૈ" જેનો અર્થ એવો થાય છે કે આ જુઓ! ઓહ માય! રૂ. 500ની નોટો સાથે મારી ગાંધીજીના બદલે કંઈ પણ થઈ શકે?
આ ઘટનામાં રૂ. 1.3 કરોડનું સોનું મેળવીને છેતરપિંડી થઈ છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મેહુલ ઠક્કર નામના વેપારીએ તેના કર્મચારી, ભરત જોશીને બિઝનેસ ટ્રાન્ઝેક્શનના (Anupam Kher Fake Currency) ભાગરૂપે બે પુરુષોને રૂ. 1.6 કરોડનું 2,100 ગ્રામ સોનું પહોંચાડવા મોકલ્યા હતા. ઠક્કર જ્વેલરી શોપના મેનેજર પ્રશાંત પટેલ જેના પર તેને વિશ્વાસ હતો તેનો ફોન આવ્યા બાદ તે સોદા માટે સંમત થયો હતો. પટેલે ઠક્કરને જાણ કરી કે ખરીદદારો તરત જ RTGS મારફત સમગ્ર રકમ ટ્રાન્સફર કરવામાં અસમર્થ હતા પરંતુ બાકીના રૂ. 30 લાખ બીજા દિવસે ટ્રાન્સફર કરવાનું વચન આપીને રોકડમાં રૂ. 1.3 કરોડ ચૂકવવા તૈયાર હતા.
જોષીએ નવરંગપુરામાં આવેલી હંગામી ઓફિસમાં આ ગઠિયાને સોનું પહોંચાડ્યું હતું. ખરીદદારોએ રૂ. 500ની નોટોના 26 બંડલ આપ્યા અને બાકીના રૂ. 30 લાખ લેવા ગયા ત્યારે જોશીને મશીનનો ઉપયોગ કરીને રોકડ ગણવા કહ્યું. નજીકથી તપાસ કર્યા પછી, જોશીને સમજાયું કે નોટો નકલી હતી, જેમાં મહાત્મા ગાંધીની (Anupam Kher Fake Currency) જગ્યાએ અનુપમ ખેરની તસવીર હતી. જોષીને છેતરપિંડીની ખબર પડી ત્યાં સુધીમાં આ શખ્સો સોના સાથે ગાયબ થઈ ગયા હતા. ઠક્કરે 24 સપ્ટેમ્બરના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી, CCTV ફૂટેજની સમીક્ષા કરી શકમંદોને શોધી કાઢ્યા હતા, જેઓ ફરાર છે. પોલીસે ખુલાસો કર્યો કે ગુનેગારોએ સોદાના માત્ર બે દિવસ પહેલા જ કામચલાઉ ઓફિસની સ્થાપના કરી હતી, જેના કારણે જોશી અથવા ઠક્કર માટે અગાઉથી કંઈપણ શંકાસ્પદ વસ્તુ શોધવાનું મુશ્કેલ બન્યું હતું. નકલી ચલણ પર બૉલિવૂડ સ્ટારની છબીના ઉપયોગથી છેતરપિંડીના આ પહેલાથી જ વિચિત્ર કેસમાં એક વિચિત્ર વળાંક આવ્યો છે.