એનિમલ સેવ ઈન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને શાકાહારી અપનાવવા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ "મા કા દૂધ"નું સ્ક્રીનીંગ યોજાયું

22 August, 2023 06:18 PM IST  |  Rajkot | Partnered Content

એનિમલ ક્લાઈમેટ એન્ડ હેલ્થ સેવ ઈન્ડિયા દ્વારા ગુજરાતના રાજકોટમાં આવેલી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ બી.જી.ગરૈયા આયુર્વેદિક મેડિકલ કોલેજ અને બી.જી.ગરૈયા હોમિયોપેથી મેડિકલ કોલેજ ખાતે અનેક પુરસ્કાર વિજેતા ફિલ્મ "મા કા દૂધ"નું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું

એનિમલ સેવ ઈન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને શાકાહારી અપનાવવા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ "મા કા દૂધ"નું સ્ક્રીનીંગ યોજાયું

રાજકોટ (ગુજરાત) [ભારત], 22 ઓગસ્ટ: એનિમલ ક્લાઈમેટ એન્ડ હેલ્થ સેવ ઈન્ડિયા દ્વારા ગુજરાતના રાજકોટમાં આવેલી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ બી.જી.ગરૈયા આયુર્વેદિક મેડિકલ કોલેજ અને બી.જી.ગરૈયા હોમિયોપેથી મેડિકલ કોલેજ ખાતે અનેક પુરસ્કાર વિજેતા ફિલ્મ "મા કા દૂધ"નું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું, આ સ્ક્રીનીંગ થકી આ ફિલ્મ દ્વારા આપવામાં આવેલો સંદેશ 550 થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સુધી પહોંચ્યો હતો.

આ ફિલ્મે ઉપસ્થિત સૌ કોઇના મન અને વલણ પર ઊંડી અસર કરી હતી અને પશુ અધિકારો, ડેરી ઉદ્યોગની ચિંતાઓ અને આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવાના તેના હેતુને પૂર્ણ કર્યો હતો. આ ફિલ્મ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે અને પ્રાણીઓ, પર્યાવરણ અને આરોગ્ય પર શાકાહારી જીવનશૈલીની સકારાત્મક અસર દર્શાવે છે.

બી.જી. ગેરૈયા આયુર્વેદિક મેડિકલ કોલેજના વડા ડૉ. મંદાર બેડેકરે અભિપ્રાય આપ્યો હતો કે આયુર્વેદમાં ગાયના દૂધ અને ઘી જેવા ઉત્પાદનોનો ઉપયોગ થતો હોવા છતાં, વિદ્યાર્થીઓએ વિવિધ અભિગમ અપનાવવો મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે તેઓ પર્યાવરણીય સુધારણા, પ્રાણી કલ્યાણ અને આબોહવા પરિવર્તન જેવા વિષયો માટે પોતાને સમર્પિત કરે છે. તે બાબતને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓને નવો પરિપ્રેક્ષ્ય વિકસાવવાના મહત્વ પર ધ્યાન દોર્યું હતું.

સ્ક્રીનીંગ પછી, એનિમલ ક્લાઈમેટ એન્ડ હેલ્થ સેવ ઈન્ડિયાએ વિદ્યાર્થીઓને વેગન ફૂડનું વિતરણ કર્યું, જેમાં સેન્ડવીચ અને વેગન ચોકલેટ મિલ્કનો સમાવેશ થાય છે.

ફિલ્મ `મા કા દૂધ` જોયા પછી, એક વિદ્યાર્થીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે હું ડેરી ઉદ્યોગમાં પ્રાણીઓના શોષણને અવગણી શકું નહીં. હવે હું શાકાહારી બનવાનું પસંદ કરી રહ્યો છું અને તમામ જીવો માટે વધુ સારું યોગદાન આપવાનો નિર્ણય લઈ રહ્યો છું.

આ રોમાંચક અને માહિતીપ્રદ ઈવેન્ટ્સ દ્વારા, એનિમલ ક્લાઈમેટ એન્ડ હેલ્થ સેવ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય યુવાનોમાં પ્રાણીઓ પ્રત્યેની કરુણા, સંવેદનશીલતા કેળવીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

"માં કા દૂધ" ફિલ્મની અસર આવા કૉલેજ સ્ક્રિનિંગ્સથી પણ આગળ વધે છે. આ ફિલ્મ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, થિયેટરો અને ઈવેન્ટ્સમાં પણ પ્રદર્શિત કરવામાં આવી છે અને તે ચાલુ રહેશે. દર્શકો તેની સત્તાવાર YouTube ચેનલ @MaaKaDoodh પર ફિલ્મ જોઈ શકે છે અને સકારાત્મક પરિવર્તન તરફ એક પગલું ભરી શકે છે.

ચુસ્ત શાકાહારી જીવનશૈલી અપનાવીને, આપણે આબોહવા પરિવર્તનને ઉલટાવી શકીએ છીએ. ક્લાઈમેટ સેવ ચળવળ દ્વારા શરૂ કરવામાં આવેલી વનસ્પતિ આધારિત સંધિઓનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનને રોકવા અને હકારાત્મક રીતે નિયંત્રણ કરવાનો છે. તમે www.plantbasedtreaty.org પર પ્લાન્ટ આધારિત સંધિની મુલાકાત લઈ શકો છો અને ટ્રીટી ટેકો આપી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક -
નમન શાહ: 7700096026

gujarat news