13 January, 2024 12:57 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે જાન્યુઆરી 2023માં સગાઈ થઈ હતી. સગાઈ બાદ અવારનવાર તેઓ ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળતા હોય છે. થોડાક સમય પહેલા જ તેઓની લગ્ન (Anant-Radhika Wedding)ની તારીખ સામે આવી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓના લગ્ન પહેલા મોટા પાયે પ્રિ-વેડિંગ ફંક્શનનું પણ આયોજન થનાર છે.
કેવું છે ઇન્વિટેશન કાર્ડ? મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લખી છે નોટ
હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 1-3 માર્ચ, 2024ના રોજ લગ્ન પૂર્વે પ્રિ-વેડિંગ (Anant-Radhika Wedding) ફંક્શન થનાર છે. આ માટે આમંત્રણ પત્રિકા પણ શૅર કરવામાં આવી છે. આમંત્રણ પત્રિકામાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા હસ્તલિખિત નોંધ પણ મૂકવામાં આવી છે. જે દર્શાવે છે કે તેઓએ અનંતના નવા તબક્કાની શરૂઆતના સ્થળ તરીકે જામનગર, ગુજરાતને પસંદ કર્યું છે, કારણ કે આ સ્થળ તેમના હૃદયની અત્યંત નજીક છે.
થોડા સમય પહેલા જ લગ્નની તારીખ આવી હતી સામે
થોડાક સમય પહેલા અંબાણી પરિવારના ફેન પેજ ઉપર અનંત-રાધિકાના લગ્નની તારીખ શૅર કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ (Anant-Radhika Wedding) જાહેર કરી હતી.
એવી માહિતી સામે આવી હતી કે આ કપલ વર્ષ 2024માં 10, 11, 12 જુલાઈના રોજ ભવ્ય લગ્ન સમારોહમાં સાત ફેરા ફરવાના છે. આ સમાચાર જાણીને અંબાણી પરિવારના લાખો ચાહકો ખુશીથી છલકાઈ ઉઠયા હતા.
અનંત અંબાણી અને રાધિકાની ક્યારે થઈ હતી સગાઈ?
જાન્યુઆરી 2023માં રાધિકા અને અનંત અંબાણીએ `એન્ટિલિયા` ખાતે તેમના નજીકના લોકો વચ્ચે ગુજરાતી પરંપરાઓનું માન જળવતા સગાઈ કરી હતી. સગાઈ માટે રાધિકાએ ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાનો ગોલ્ડન લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જો નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંતની વાત કરવામાં આવે તો અનંત અંબાણીએ યુએસએની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમ જ તે જિયો પ્લૅટફૉર્મ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય પણ છે. હાલમાં તે આરઆઇએલના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે.
જો અનંતની મંગેતર રાધિકાની વાત કરવામાં આવે તો તે શૈલા અને વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલી છે અને તે એન્કોર હેલ્થકૅરના બોર્ડમાં ડિરેક્ટર છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણીના ભાગરૂપે પ્રિ વેડિંગ ફંક્શન (Anant-Radhika Wedding) જામનગરમાં કરવામાં આવનાર છે. ગુજરાતમાં આવેલ જામનગર ખાતે 1,2 અને 3 માર્ચ દરમિયાન આ પ્રિ-વેડિંગ ફંક્શન કરવામાં આવશે.