25 January, 2025 01:26 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના આણંદમાં આવેલી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (AMUL) દ્વારા અમૂલ ગોલ્ડ, અમૂલ તાઝા અને અમૂલ ટી સ્પેશ્યલના લીટરના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. AMULના મૅનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ગઈ કાલે દૂધના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે જૂન મહિનામાં AMULએ એક લીટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે હવે એક રૂપિયાનો ઘટાડો કરતાં ગ્રાહકોને થોડી રાહત મળશે. ભાવમાં ઘટાડો કરવાથી અમૂલ ગોલ્ડના ૬૬ રૂપિયાને બદલે ૬૫ રૂપિયા, અમૂલ તાઝાના ૫૪ રૂપિયાના ૫૩ રૂપિયા અને અમૂલ ટી સ્પેશ્યલના ૬૨ રૂપિયાને બદલે ૬૧ રૂપિયા થયા છે.