25 April, 2019 07:55 AM IST | વડોદરા
Image Courtesy : Mera News
વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને બૅન્કો સાથે ૨૬૫૪ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાના આરોપી અમિત ભટનાગરને ર્કોટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. પોતાના દીકરાને વિદેશ અભ્યાસ અર્થે જવાનું હોવાથી અમિત ભટનાગરે જામીન માગ્યા હોવાથી સીબીઆઇ ર્કોટે ૧૦ દિવસના જામીન મંજૂર કર્યા છે.
અમિત ભટનાગર અને તેના ભાઈ સુમિત ભટનાગર તેમ જ પિતા સુરેશ ભટનાગર પર વડોદરાની ૧૧ જેટલી બૅન્કોની ૨૬૫૪ કરોડ રૂપિયાની લોન ન ચૂકવી શકવાનો આરોપ છે. દેશમાં થયેલાં વિવિધ બૅન્ક કૌભાંડો વખતે હરકતમાં આવેલી સીબીઆઇ, ઈડી અને આયકર વિભાગે ભટનાગર બંધુઓ અને તેમના પિતા વિરુદ્ધ જુદા-જુદા ગુના દાખલ કરીને તપાસ કરી હતી.
આ પણ વાંચોઃ મુંબઈ: માતા સાથે આડા સંબંધ રાખનાર રિક્ષાવાળાને પુત્રે પતાવી નાખ્યો