મોહનથાળ વિષય વચ્ચે વીએચપી જૈનોના ધામ મહુડીની સુખડીનો મુદ્દો ઘસેડ્યો, જાણો કોણે શું કહ્યું 

14 March, 2023 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મુદ્દે વિવિધ સ્થળો પર લોકો આંદોલન કરી રહ્યાં હતાં અને મોહનથાળના પ્રસાદને કાયમ રાખવાની માંગ કરી રહ્યાં હતાં. આ આંદોલનમાં વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ) પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અંબાજી અને મહુડી

અંબાજીના મંદિરમાં જયારથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો ત્યારથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સરકારના આદેશથી 4થી માર્ચથી બંધ થયેલા મોહનથાળના પ્રસાદથી શ્રદ્ધાળુઓની આસ્થાને ભારે ઠેસ પહોંચી હતી. તેમજ આ મુદ્દે વિવિધ સ્થળો પર લોકો આંદોલન કરી રહ્યાં હતાં અને મોહનથાળના પ્રસાને કાયમ રાખવાની માંગ કરી રહ્યાં હતાં. આ આંદોલનમાં વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ) પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીએચપીના આ વલણ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi)દખલગીરી કરી હતી. 

મોહનથાળ મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં વીએચપીના સમર્થન પર હર્ષ સંઘવીએ આંદોલનને સમર્થન ન આપવા વીએચપીના આગેવાનને દબાણ કર્યુ હતું. જેના પર વળતો પ્રહાર કરતા વીએચપીના અશોક રાવલે કહ્યું હતું કે પ્રસાદ મુદ્દે આંદોલન યથાવત રહેશે તેવો સ્પષ્ટ કહી દીધું હતું. આ ઉપરતાં તેમણે હર્ષ સંઘવીને એમ પણ કહ્યું હતું કે તમે જૈન છો તો પહેલા મહુડીનો પારંપરિક સુખડીનો પ્રસાદ બદલો.

એક કાર્યક્રમ દરમિયાન રવિવારે હર્ષ સંઘવી અને વીએચપીના આગેવાનો વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ મોહનથાળ મુદ્દે આંદોલનને સમર્થન ન આપવા કહ્યું હતું. તેમના આ નિવેદનથી હિંદુ સંગઠને સરકાર પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું. 

આ પણ વાંચો: અંબાજીમાં ભક્તોની આસ્થા સમાન મોહનથાળ પ્રસાદમાં યથાવત, ચીકીનું શું?

વીએચપીના મંત્રી અશોક રાવલે ગૃહમંત્રીના નિવેદન પર પ્રહાર કરતાં કહ્યું કે આ મુદ્દે સરકાર પાસે કોઈ સ્પષ્ટતા નથી. સરકારી મંત્રીએ જાહેરમાં આવીને બોલે છે કે મોહનથાળ કોઈ સંજોગોમાં ફરી શરૂ થશે નહીં. જાહેરમાં આવીને આવા નિવેદનો આપવા બિલકુલ અયોગ્ય છે. વીએચપીને સરકાર પર બિલકુલ વિશ્વાસ નથી. 

હજારોની સંખ્યામાં માઈભક્તો મા અંબાણના ચરણે શ્રદ્ધા લઈને આવે છે. જગતજનની અંબાના મંદિરમાં શુદ્ધ ઘીના મોહનથાળના પ્રસાદની પરંપરા વર્ષોથી છે. અચાનક પ્રસાદ બંધ કરવાના સરકારના નિર્ણય સામે લોકો આક્રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તો બીજી બાજુ કેટલાક ભક્તોએ સ્વૈચ્છિક મોહનથાળ બનાવીને ભક્તોને પ્રસાદરૂપે આપવાનો નિર્ણય કર્યો છે. 

આપણે જાણીએ અન્ય રાજકીય મંત્રીઓનું આ મુદ્દે શું કહ્યું હતું

ઉલ્લેખનીય છે કે સરકારે પોતાનો નિર્ણય બદલી મા અંબાના ધામમાં મોહનથાળ અને ચીકી બંનને પ્રસાદમાં ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. 

 

 

 

 

gujarat news ambaji gujarat gujarati mid-day