આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન

13 November, 2024 08:30 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૯૨ મતદાન-મથકો પર ૩.૧૦ લાખ મતદારો કરી શકશે મતદાન ઃ ૧૦ ઉમેદવારોનું રાજકીય ભાવિ સીલ થશે ઃ ૨૩ નવેમ્બરે મતગણતરી

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે જેમાં ૩.૧૦ લાખ મતદારો તેમના મતનો ઉપયોગ કરી શકશે અને ૧૦ ઉમેદવારોનું રાજકીય ભાવિ સીલ થશે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આ મતવિસ્તારમાં ૧૯૨ મતદાન-મથકો પર ૩૨૧ પોલિંગ સ્ટેશન પર સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. આ મતવિસ્તારમાં ૩૨૧ બૅલટ યુનિટનો ઉપયોગ થશે. મતદાન-મથકો પર ૧૪૧૨ કર્મચારીઓ ફરજ બજાવશે. આ ચૂંટણીમાં ૧,૬૧,૨૯૬ પુરુષ મતદારો, ૧,૪૯,૪૭૮ સ્ત્રી મતદારો અને ૧ થર્ડ જેન્ડર મળીને કુલ ૩,૧૦,૭૭૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન બાદ ૨૩ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠક પર કુલ ૧૦ ઉમેદવારો છે; પરંતુ BJPના સ્વરૂપજી ઠાકોર, કૉન્ગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણીજંગ થશે.

assembly elections banaskantha gujarat gujarat news