01 September, 2019 05:15 PM IST | અમદાવાદ
શ્રાવણ ડ્રાઈવઃ એએમસીએ આપી 127 યુનિટ્સને નોટિસ
અમદાવાદ મહાનગર પાલિકાએ શ્રાવણ મહિના દરમિયાન ડેરી પ્રોડક્ટ્સ, ફરાળી વાનગીઓ અને અન્ય ખાદ્ય પદાર્થોના 140 નમૂનાઓ એકત્ર કર્યા હતા. છેલ્લા 15 દિવસમાં ફૂડ આઉટલેટ્સ અને દુકાનોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ 140માંથી 127 યુનિટ્સને નિયમોનો ભંગ કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરવાનો પણ સમાવેશ થાય છે. શહેરમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ખાસ આ ડ્રાઈવ કરવામાં આવી હતી. જાણીતી જગ્યાઓ જેવી કે બિગ બઝાર, રાયપુર ભજિયા હાઉસ, ન્યૂ ગુજરાત દાલવડા, બાર્બેક્યૂ નેશન, જય ભવાની વડાપાવ, કર્ણાવતી દાબેલી, ફરકી(મણિનગર), પારિતોષ (ઉસ્માનપુરા) અને અન્યોનો સમાવેશ થાય છે.
આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો
એએમસી ગંદકી બદલ ત્રણ આઉટલેટ્સને દંડ કર્યો છે. નરોડાની એક જાણીતી બ્રાન્ડ ફેક્ટરીને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. સુપર બેકર્સ ઈન્ડિયાને 51 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે ન્યૂ રમેશ કિરાણા સ્ટોર્સ, જે કાલુપુરમાં આવ્યો છે તેને 25, 000નો દંડ ફટરાવામાં આવ્યો છે. એએમસીએ કેરીના પલ્પ સહિતની વસ્તુઓના પણ નમૂના લીધા હતા.