11 December, 2024 01:35 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નૅશનલ કૅડેટ કૉર્ઝના ૪૦ કૅડેટ્સે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડીપથ યાત્રા શરૂ કરી હતી
નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC)ના ૪૦ કૅડેટ્સે ગઈ કાલે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડીપથ યાત્રા શરૂ કરી હતી. આ યાત્રામાં મહત્ત્વની બાબત એ છે કે કૅડેટ્સ દાંડીમાં દાંડી સૉલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે પહોંચ્યા બાદ મહાત્મા ગાંધીના સત્યાગ્રહને શ્રદ્ધાંજલિ આપીને પ્રતીકાત્મક રીતે મીઠું બનાવીને નવી દિલ્હી લઈ જશે, જ્યાં ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ NCC PM રૅલી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરશે. ૪૧૦ કિલોમીટરની આ યાત્રાનું સમાપન ૨૪ ડિસેમ્બરે થશે.