નવ વ્યક્તિનાં મોત નીપજાવનાર તથ્યના પપ્પાની વાઇરલ તસવીરે ચર્ચા જગાવી

22 July, 2023 04:45 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં કાર દોડાવીને ૯ વ્યક્તિનાં મોત નીપજાવનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથેની તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી તસવીર. આ તસવીરની ‘મિડ-ડે’ પુષ્ટિ કરતું નથી.

અમદાવાદમાં કાર દોડાવીને ૯ વ્યક્તિનાં મોત નીપજાવનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથેની તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ : રાજકીય સાઠગાંઠ હોવાની ચર્ચા : અમદાવાદના કોર્ટ સંકુલમાં તથ્યને રજૂ કરતાં પહેલાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો

ફુલ સ્પીડમાં કાર દોડાવીને અમદાવાદમાં ૯ વ્યક્તિનાં મોત નીપજાવનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન તેમ જ ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સાથેની ગઈ કાલે વાઇરલ થયેલી તસવીરે ચર્ચા જગાવી છે અને એણે અનેક પ્રશ્ન ઊભા કર્યા છે. બીજી તરફ પોલીસે મોડી સાંજે તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કર્યા એ કોર્ટ-સંકુલમાં પહેલાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

તથ્ય પટેલ (નીચે) તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ (ઉપર)ને કોર્ટમાં રજૂ કરવા લઈ જઈ રહેલી પોલીસ (તસવીર : જનક પટેલ)

અમદાવાદમાં ઇસ્કૉન બ્રિજ પર કાર દોડાવીને ૯ વ્યક્તિનો ભોગ લેનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથે એક જીપમાં ઊભા હોવાની તસવીર ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જોકે આ ફોટોની ‘મિડ-ડે’ પુષ્ટિ કરતું નથી, પરંતુ જે રીતે ગઈ  કાલે સોશ્યલ મીડિયામાં આ ફોટો વાઇરલ થયા પછી એણે ખાસ્સી ચર્ચા જગાવી હતી. એવી ચર્ચા ઊઠી છે કે પ્રજ્ઞેશ પટેલને રાજકીય સાઠગાંઠ હશે તો જ આ રીતે જીપમાં ગોઠવાયા હશે. તેઓ રાજકીય આગેવાનો સાથે પણ સંપર્ક ધરાવતા હોવાની સંભાવના વ્યક્ત થઈ હતી.

તથ્ય ત્રણ દિવસના રિમાન્ડ પર, પ્રજ્ઞેશ પટેલને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા

અમદાવાદમાં ઇસ્કૉન બ્રિજ પર સ્પીડમાં કાર ભગાવીને ૯ વ્યક્તિઓને કચડી નાખનાર તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે, જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ અપાયો હતો. તથ્યને પોલીસે કોર્ટમાં રજૂ કરીને સરકારી વકીલ દ્વારા તેની સામે ૧૧ મુદ્દાના આધારે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પણ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતાં દલીલ કરી હતી કે તથ્ય પટેલે જે કારથી અકસ્માત કર્યો એ પહેલાં તે ક્યાં હતો? કારની સ્પીડની એફએસએલમાં તપાસ કરવાની છે, તે કોઈ બીજા ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ સહિતના મુદ્દે તપાસ કરવાની બાકી છે. 

Gujarat Crime Crime News ahmedabad road accident bhupendra patel anandiben patel gujarat gujarat news shailesh nayak