અમદાવાદમાં G20 મીટમાં ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડે સૌને ચખાડી અનોખી પૅટી

23 August, 2023 12:16 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

17મી ઓગસ્ટ 2023ના રોજ ગોદરેજ યુમ્મીઝે અમદાવાદ G20 મીટમાં હાજરી આપનારા મહાનુભાવો માટે મિલેટ પૅટી તૈયાર કરી હતી.

મિલેટ પૅટીને લોકો સામે રજૂ કરતી ગોદરેજ યુમ્મીઝ

17મી ઓગસ્ટ 2023ના રોજ ગોદરેજ યુમ્મીઝે અમદાવાદ  G20 (Ahmedabad G20 Meet) સ્વાસ્થ્ય મંત્રીઓની મીટમાં હાજરી આપનારા મહાનુભાવો માટે જ આ મિલેટ પૅટી તૈયાર કરી હતી. ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડ(GTFL)ના નવા ફ્રોઝન રેડી-ટુ-કુક નાસ્તાને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ નાસ્તો છે યુમ્મીઝ મિલેટ પૅટી. આ એક પ્રિઝર્વેટિવ-ફ્રી રેડી-ટુ-કુક નાસ્તો છે. 

ફૂડ સેફ્ટ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા હાલમાં ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહેલી G20 (Ahmedabad G20 Meet) ઈન્ડિયા હેલ્થ મિનિસ્ટર્સ મીટની બાજુમાં ‘ઈટ રાઈટ મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં યુમ્મીઝ મિલેટ પૅટીને લૉન્ચ  કરવામાં આવી હતી. 

ગોદરેજ યુમ્મીઝે એક નવા જ પ્રકારના નાસ્તા તરીકે મિલેટ પૅટી તૈયાર કરી છે. આ નાસ્તાના વિકલ્પ તરીકે પણ બેસ્ટ ઓપ્શન છે. આ પૅટી જુવાર અને બાજરી જેવા મિલેટમાંથી તૈયાર કરવામાં આવી છે. આ બંને પ્રકારના અનાજ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. 

Godrej Yummiez Millet Patty આ એક અલગ જ પ્રકારનો સ્વાદિષ્ટ નાસ્તો (Indian Food) છે. સાથે જ તે ક્રિસ્પી પણ લાગે છે. આ મિલેટ પૅટીને ઇંડિવિઝ્યુઅલ ક્વિક ફ્રીઝ (IQF) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. જેને કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કર્યા વિના તાજી રાખી શકાય છે. 

વિવિધ પ્રકારના મરી-મસાલાઓના તીખારા સાથે આ પૅટી લોકોને ખૂબ જ પસંદ પડી શકે છે. માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પણ આ નાસ્તામાં ફાઇબર અને બાજરી-જુવાર જેવા મિલેટના વિટામિન્સ પણ રહેલા છે. જેને કારણે આ પેટીસ નાસ્તો માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્યપ્રદ પણ બની રહે છે. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારે અમદાવાદ G20 (Ahmedabad G20 Meet)માં મિલેટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વાનગી તેના ઉજવણીનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોઈ શકે છે. ગોદરેજ યુમ્મીઝ દ્વારા આપણા આહાર માટે જરૂરી એવા અનાજ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે જ આ બાજરીની પૅટી તૈયાર કરવામાં આવી છે. 

ગોદરેજ યુમ્મીઝ દ્વારા આ રેડી-ટુ-કૂક ફૂડ ઉત્પાદન બાજરીના ગુણો લોકોને સમજાવવા માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. નક્કી છે કે આ વાનગીને કારણે બાજરીને દરેક ઘરનું સાચું ફાસ્ટ ફૂડ તરીકે સ્થાપિત કરવામાં આવશે. અને સરકાર તરફથી જે મિલેટ મિશન રાબવામાં આવ્યું છે તેને પણ પ્રોત્સાહન આપે છે. 

ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડના સીઇઓ અભય પારનેરકરે જણાવ્યું હતું કે, “યુમ્મીઝ મિલેટ પૅટીનો પરિચય કરાવીને અમે આનંદ અનુભવીએ છીએ. આ એક પ્રિઝર્વેટિવ-ફ્રી, રેડી-ટુ-કૂક ગ્રેટ ટેસિંગ નાસ્તો છે. G20 (Ahmedabad G20 Meet) ડેપ્યુટીઓ અને હેલ્થ મિનિસ્ટર્સની થયેલી મીટની બાજુમાં યોજાતા `મિલેટ મેળા`ના ભાગરૂપે ગુજરાતમાં મિલેટ પૅટીનું લોકાર્પણ કરવાનો અમને વિશેષાધિકાર મળ્યો છે. તેનો પણ આનંદ છે.”

g20 summit ahmedabad Gujarati food indian food gujarat news