05 December, 2023 10:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આગની પ્રતીકાત્મક તસવીર
Ahmedabad: રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. હવે અમદાવાદ (Ahmedabad)ના ખોખરા વિસ્તારમાં કાશીવિશ્વનાથ મંદિર પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર એપાર્ટમેન્ટની એક બિલ્ડીંગના ત્રીજા માળ પર આગ લાગી હતી. આગ લગવાને કારણે લોકોમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.
આ ઇમારત જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે આવેલી છે. હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોકે, આ ફ્લેટમાં રહેતા ત્રણ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભીષણ આગ લાગવાથી રસોડા સહિત આખા ઘરને નુકસાન થયું છે. રસોડા સાથે જ આખા ઘરની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ (Ahmedabad)ના ખોખરા વિસ્તારમાં વહેલી સવારે આ આગની દુર્ઘટના બની હતી. કહેવાય છે કે એક ફ્લેટમાં ગૅસ લીકેજ થયો હતો. ગૅસ લીકેજ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેવી આ આગની ઘટનાની જાણ થઈ ત્યારે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે જ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આગને કાબુમાં લેવામાં આવી છે.
આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે વહેલી સવારે પાણી ગરમ કરવા જતા ગૅસ લીકેજ થયું હતું. ગૅસ લીકેજ થવાને કારણે આગ લાગી હોય એમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓએ આવીને આગને બુઝાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા. ગૅસનો બાટલો ચાલુ કરીને પાણી ગરમ કરવા જતા ગૅસનો બોટલામાં સ્ફોટ થયો હતો.
આ દુર્ઘટનામાં એક પરિવારના મોભી સામાન્ય રીતે દાઝ્યા છે. આ મોભીને 108 મારફતે સારવાર અર્થે અમદાવાદ (Ahmedabad)ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી પણ માહિતી છે કે નગરસેવક કમલેશ પટેલ આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલીકપણે દોડી આવ્યા હતા. ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ અને પોલીસ દ્વારા વિશેષ તપાસ ચાલી રહી છે.
આવી જ એક દુર્ઘટના થોડા સમય પહેલા બોટાદ શહેરમાંથી પણ સામે આવી હતી. શહેરના નાગજી પરા વિસ્તારમાં 01 નવેમ્બરના રોજ સવારે સિલિન્ડરમાં બલસત થયો હતો. બ્લાસ્ટ થવાને કારણે આ દુર્ઘટનામાં પણ 70 વર્ષના દાદીને ઈજા થઈ હતી. વહેલી સવારે વૃદ્ધા ચા બનાવવા માટે જ્યારે રસોડામાં ગયા ત્યારે ગૅસ સિલિન્ડમાં બ્લાસ્ટ થયો હતો. ગંભીર ઈજા પામેલા દાદીને બોટાદ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં માટે ખસેડ્યા હતા.