01 October, 2024 03:50 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ઘટનાના સીસીટીવી ફૂટેજમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ગુજરાતના અમદાવાદની એક ખાનગી શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને એકદમ ખરાબ રીતે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની (Ahmedabad Crime News) આ ખાનગી શાળામાં વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. ક્લાસમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સામે આવતા તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષક વિદ્યાર્થીઓથી ભરેલા વર્ગની ત્રીજી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થી પાસે જાય છે, તેના માથાના વાળ પકડી લે છે, વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પર ખેંચે છે અને દિવાલ સાથે જોરથી ધક્કો મારે છે.
ટીચર ત્યાં જ અટકતો નથી, આ પછી ટીચર વિદ્યાર્થી પર એટલો ગુસ્સે થઈ જાય છે કે તે બાદ એક પછી એક 10 વખત થપ્પડ મારી દેય છે. શિક્ષકે માર માર્યા બાદ તેણે (Ahmedabad Crime News) વિદ્યાર્થીના વાળ પકડીને તેને જમીન પર પછાડી દીધો હતો. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાના કેસમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ બે ખાનગી શાળાઓને નોટિસ મોકલી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
મુંબઈના ગોરેગામમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને (Ahmedabad Crime News) માર મારવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઈને હવે પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં ગોરેગાંવમાં એક ખાનગી શિક્ષક પર કથિત રીતે વિજ્ઞાનના પ્રશ્નોના ખોટા જવાબો આપવાના કારણે ગુસ્સે થતાં 10માં ધોરણના વિદ્યાર્થીને લાકડી વડે માર મારવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. ગોરેગાંવ પોલીસે ફરિયાદના પગલે BNSની કલમ 118(1) અને જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન) એક્ટ, 2015ની કલમ 23 હેઠળ કેસ નોંધ્યો છે. ફરિયાદી, ફળ વિક્રેતાએ આ ઘટના બાબતે માહિતી આપી હતી કે તેનો દીકરો ગોરેગાંવના મોતીલાલ નગરમાં એક સ્થળે ખાનગી ટ્યુશનમાં જાય છે. બે દિવસ પહેલા નિયમિત સત્ર દરમિયાન આ ઘટના બની હતી. ફરિયાદીના ભત્રીજાએ તેમને જાણ કરી હતી કે તેમનો દીકરો અભ્યાસ ન કરવા બદલ શિક્ષક દ્વારા માર મારવાથી રડી રહ્યો હતો. સમાચાર મળતાં, ફરિયાદી ટ્યુશન સેન્ટર પર દોડી ગયો અને તેના દીકરાના આંખોમાં આંસુ જોયા. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે છોકરાએ ખુલાસો કર્યો કે શિક્ષકે તેને લાકડી વડે માર્યો હતો કારણ કે તે વિજ્ઞાનના અમુક પ્રશ્નોના જવાબ આપી શક્યો ન હતો. માર મારવાથી છોકરાના હાથ અને ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે ફરિયાદીએ શિક્ષકને આ અંગે જવાબ માગ્યો ત્યારે આરોપી શિક્ષકે કથિત રીતે તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જ્યાં ટ્યુટર વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો અને હવે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.