29 May, 2019 04:52 PM IST | અમદાવાદ
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. વ્યાજખોરના ત્રાસથી અમદાવાદના એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવી છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે આખી ઘટનામાં નિકોલ પોલીસે સાત જેટલા વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ડેરીના ધંધામાં નુકસાની થતા સાત જુદા જુદા વ્યારખોર પાસેથી વ્યાજે રૂપિયા ઉછીના લીધા હતા. વેપારીએ આ વ્યાજે લીધેલા પૈસાનું સમયમર્યાદા પ્રમાણે વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જને કારણે કંટાળીને આ વેપારીએ મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચોઃ મુંબઈ : બૉયફ્રેન્ડ અને ભાઈએ લોખંડવાલામાં આવેલા સૅલોંમાં કરી ભારે તોડફોડ
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વેપારીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તાત્કાલિક સારવાર મળતા વેપારીનો જીવ બચી શક્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા નિકોલ પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન વેપારીએ ધટનાનો ખુલાસો કરતા પોલીસે તામ સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.