બિહાર બાદ ગુજરાતમાં મિંધોળા નદી પરનો પુલ તૂટ્યો, 15 ગામો પ્રભાવિત

14 June, 2023 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં બે કરોડના ખર્ચે બનેલો પુલ તૂટી (Bridge Collapse in Gujarat) ગયો છે. આ પુલ માયપુર અને દેગામા ગામને જોડતા માર્ગ પર મીંધોળા પર બનાવવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: આઇસ્ટૉક)

ગુજરાત (Gujarat)ના તાપી (Tapi) જિલ્લાના વ્યારા તાલુકામાં બે કરોડના ખર્ચે બનેલો પુલ તૂટી (Bridge Collapse in Gujarat) ગયો છે. આ પુલ માયપુર અને દેગામા ગામને જોડતા માર્ગ પર મીંધોળા પર બનાવવામાં આવ્યો હતો. તેના પતનથી 15 ગામો પ્રભાવિત થયા છે. આ અંગે કાર્યપાલક ઈજનેર નિરવ રાઠોડનું કહેવું છે કે નિષ્ણાત દ્વારા તપાસ કરાવ્યા બાદ કારણ જાણવા મળશે. તેમણે કહ્યું છે કે, “બ્રિજનું નિર્માણ કાર્ય 2021માં શરૂ થયું હતું, જેનો ખર્ચ 2 કરોડ રૂપિયા છે. નિષ્ણાંતો દ્વારા તપાસ કરાવ્યા બાદ પુલ તૂટી પડવાનું કારણ જાણી શકાશે.”

અગાઉ ગત વર્ષે પણ મોરબી નદી પરનો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 135 લોકોનાં મોત થયા હતા. આ અકસ્માત બાદ બ્રિજ બનાવતી કંપની ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણ સિક્યોરિટી ગાર્ડને છ મહિનાની કસ્ટડી પછી મે મહિનામાં જામીન આપવામાં આવ્યા હતા અને 9 જૂનના રોજ, બે ટિકિટ ક્લાર્કને લગભગ સાત મહિનાની ન્યાયિક કસ્ટડી પછી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પર કંપનીને આર્થિક લાભ પહોંચાડવા માટે બિનઅનુભવી સિક્યોરિટી ગાર્ડને કામ સોંપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ બિહારમાં પણ એક પુલ પુટી પડ્યો હતો. બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદી પરના ચાર માર્ગીય સુલતાનગંજ-અગુવાની ઘાટ પુલ તૂટી પડ્યા બાદ ગુમ થયેલા એક સુરક્ષાકર્મીનો મૃતદેહ દસ દિવસ બાદ મળી આવ્યો છે.

ગુમ થયેલા સુરક્ષા કર્મચારીઓનો મૃતદેહ મંગળવારે પ્રદેશના કૌવાકોલ બ્લોકમાં દિયારા ખાતે પુલના કાટમાળમાંથી મળી આવ્યો હતો, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. એક ખાનગી પેઢીમાં ગાર્ડ તરીકે કામ કર્યું હતું. સુલતાનગંજ-અગુવાની ઘાટ પુલના પિલર નંબર 10 પર તહેનાત વિભાષ કુમાર 4 જૂને ગુમ થયો હતો.

આ પુલ 4 જૂને પડ્યો હતો

પરબટ્ટા પોલીસ સ્ટેશનના પ્રભારી ધર્મેન્દ્ર કુમારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, “મંગળવારે મૃતદેહ મળ્યા બાદ વિભાષ કુમારના પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તેના કાકા રામવિલાસ યાદવ અને મૃતકના પરિવારના અન્ય સભ્યોએ કુમારના મૃતદેહની ઓળખ કરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પુલ તૂટી પડતાં કુમારનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે અને તેનું શરીર પાણીના પ્રવાહથી ધોવાઈ ગયું હતું.

4 જૂને, બિહારના ભાગલપુર જિલ્લામાં ગંગા નદી પર નિર્માણાધીન અગુવાની-સુલતાનગંજ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ બ્રિજ ભાગલપુર અને ખાગરિયાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. દુર્ઘટનાના એક દિવસ બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

gujarat gujarat news bihar