કચ્છના ધ્રબ અને ભોપાવાંઢ ગામ બનશે સોલર વિલેજ

18 January, 2025 11:19 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

મુન્દ્રા તાલુકામાં સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટૉપ યોજના શરૂ કરવામાં આવી : અદાણી ફાઉન્ડેશને પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો

ગામવાસીઓ અને મહાનુભવોની ઉપસ્થિતિમાં કચ્છના ગામમાં સોલર રૂફટૉપ લગાડ્યું હતું.

ગુજરાતમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ધ્રબ અને ભોપાવાંઢ ગામમાં સૂર્યઘર યોજનાથી સોલર રૂફટૉપ યોજના શરૂ કરવામાં આવી છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા પાઇલટ પ્રોજેક્ટમાં ધ્રબ અને ભોપાવાંઢ ગામને લેવામાં આવ્યાં છે જેમાં ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશનની સબસિડીના સહયોગથી આ બે ગામમાં ૭૫૦થી વધુ ઘરમાં રૂફટૉપ સોલર સિસ્ટમ લગાડવામાં આવશે અને એ લાગી ગયા બાદ એક પરિવાર વર્ષે લગભગ ૨૫થી ૩૦ હજાર રૂપિયાની બચત કરશે. બન્ને ગામમાં ૨.૩ કિલોવૉટની સોલર સિસ્ટમ લગાડવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા દરેક વ્યક્તિના કનેક્શન દીઠ અદાણી ફાઉન્ડેશન ૪૨,૦૦૦ રૂપિયા મદદ કરશે, જ્યારે જે વ્યક્તિ આ યોજનામાં સામેલ થશે તેણે ૮૦૦૦ રૂપિયા ભરવાના રહેશે અને ૬૨,૫૨૦ રૂપિયા ગુજરાત સરકારની સબસિડી મળવાપાત્ર થશે. આ પ્રસંગે કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરા, વિધાનસભ્ય અનિરુદ્ધ દવેએ ઉદ્ઘાટન કર્યું હતું.

kutch environment gujarat government gujarat news gujarat news