આપના વિ​ધાનસભ્યએ બીજેપીમાં જોડાવાની વાત ફગાવી

12 December, 2022 11:13 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જોકે સાથે એમ પણ જણાવ્યું કે મારા વિસ્તારના ખેડૂતો, વેપારીઓ, કાર્યકરો સહિત સૌ સંકલન સાધીને જે કોઈ નિર્ણય કરશે એ પ્રમાણે મારે આગળ ચાલવાનું હોય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમદાવાદ : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલાક વિધાનસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતનારા આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ભૂપત ભાયાણીના નામની ખાસ ચર્ચા ચાલી રહી છે. જોકે તેઓ બીજેપીમાં જોડાશે એવી ચર્ચાને તેમણે ફગાવી દીધી હતી. 

જેના વિશે તેમને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘મારા મનમાં મારા વિસ્તારના ખેડૂતો, જનતા, વેપારીઓ અને ઉદ્યોગકારોનું ભલું થાય એ જ બાબત છે. અમારા વિસ્તારમાં ખાસ કરીને સિંચાઈનો પ્રશ્ન છે. મારા વિસ્તારના ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે. તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. મારા ​મતવિસ્તારના લોકો માટે વિધાનસભામાંથી કાર્યો કરાવવાનાં છે. હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયો છું અને મારું વલણ બીજેપી તરફી છે એ સ્પષ્ટ નથી. મારે મારા વિસ્તારના ખેડૂતો, વેપારીઓ, કાર્યકરો સહિત સૌ સંકલન સાધીને જે કોઈ નિર્ણય કરશે એ પ્રમાણે મારે આગળ ચાલવાનું હોય. હું આવનારા દિવસોમાં વ્યક્તિગત નિર્ણય કરવા માગતો નથી. પરિવારની જેમ મળીને નિર્ણય કરવાનો છું.’

gujarat cm gujarat news gujarat election 2022 aam aadmi party ahmedabad Gujarat BJP