02 April, 2022 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત હાઈકોર્ટ
અમદાવાદ: ગુજરાતના સુરતની એક 36 વર્ષીય મહિલાએ ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં અરજી કરીને રાજ્ય સરકાર, સુરત જિલ્લા કલેક્ટર અને જૂનાગઢની ચોરવાડ નગર પંચાયતના સેક્રેટરીને `નો રિલિજન, નો કાસ્ટ` સર્ટિફિકેટ જાહેર કરવા માટે નિર્દેશ આપવા માંગ કરી છે. અરજદાર કાજલ મંજુલા, જે મૂળ રાજગોર બ્રાહ્મણ સમુદાયની છે, તેણે 30 માર્ચે દાખલ કરેલી અરજીમાં આક્ષેપ કર્યો હતો કે ભેદભાવપૂર્ણ જાતિ પ્રથાને કારણે તેણીને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મહિલાએ આ દલીલ આપી
મહિલા અરજદાર અનાથ અને અપરિણીત છે. મહિલાએ કોર્ટને કહ્યું છે કે તે ભવિષ્યમાં ક્યાંય પણ તેની પેટા જાતિ, જાતિ, ધર્મનો ઉલ્લેખ કરવા માંગતી નથી. મહિલાએ જણાવ્યું કે તેણે આ પગલું માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ ઉઠાવ્યું છે. `નો રિલિજન, નો કાસ્ટ` નું પ્રમાણપત્ર આપીને આપણા દેશમાં થઈ રહેલા ભેદભાવની સમસ્યાને દૂર કરો. આવી માગ સાથે મહિલાએ અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં વેલ્લોરના તિરૂપત્તુરમાં રહેતી સ્નેહાએ સૌપ્રથમ No Caste, No Religion` પ્રમાણપત્ર મેળવ્યું હતું. આમ કરી સ્નેહાએ પોતાને કોઈ પણ ધર્મ કે જાતીથી મુક્ત કરી હતી.