25 February, 2024 10:22 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્ય ગુજરાતમાં આણંદના આંકલાવ નજીક આવેલા કોસિન્દ્રાની એક શાળામાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના બની છે. કિરણ વાળંદ નામના શિક્ષકે બે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો અને શિક્ષકને સસ્પેન્ડ કરવા માગણી કરી છે.
આંકલાવના કોસિન્દ્રામાં આવેલી શાળામાં કિરણ વાળંદ નામના શિક્ષકે અંદાજે પંદરેક દિવસ પહેલાં શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં જેથી આ દીકરીઓ સ્કૂલે જતી નહોતી. બે દીકરીઓ સ્કૂલે નહીં જતાં શિક્ષકનાં કરતૂત બહાર આવ્યાં હતાં. બે દીકરીના વાલીને આ વાતની ખબર પડતાં ગઈ કાલે વાલીઓ શાળામાં પહોંચી ગયા હતા અને શાળાના આચાર્ય સામે રોષ વ્યક્ત કરીને શિક્ષકને સસ્પેન્ડ કરીને તેની સામે પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી. આ ગંભીર ઘટના વિશે વાલીઓએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘દીકરી સ્કૂલે નહીં જતાં તેને પૂછતાં દીકરીએ કહ્યું હતું કે મારા સાહેબ બોલાવીને શરીરે હાથ ફેરવે છે. છોકરીઓ સાથે અડપલાં કરનાર આ શિક્ષક સામે પગલાં ભરવાં જોઈએ.’