હથનુર ડેમમાંથી પાણી છોડાયું હોવાની વાતો અફવા,સુરત કલેક્ટરનો ખુલાસો

04 August, 2019 12:21 PM IST  |  સુરત

હથનુર ડેમમાંથી પાણી છોડાયું હોવાની વાતો અફવા,સુરત કલેક્ટરનો ખુલાસો

ડૉ.ધવલ પટેલ, સુરત કલેક્ટર

સુરતમાં ભારે વરસાદને પરિસ્થિતિ ગંભીર બની છે. વડોદરામાં વરસાદે તારાજી સર્જયા બાદ સુરતમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદને કારણે સુરતમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે સુરત કલેક્ટરે રેડિયો સિટીની આરજે મહેક સાથે વાતચીત કરીને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે.

સુરતમાં પરિસ્થિતિ કથળી રહી હોવાની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે, જેને કારણે લોકો દૂધ અને શાકભાજી ખરીદવા નીકળી રહ્યા છે. ખાસ કરીને હથનુર ડેમમાંથી પાણી છોડાયું હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે સુરતના કલેક્ટર ધવલ પટેલે રેડિયો સિટીના આરજે મહેકેને ઓડિયો ક્લિપ મોકલીને અફવા ખોટી હોવાની સ્પષ્ટતાકરી છે, તેમ જ અફવા ન ફેલાવવા અપીલ કરી છે. આ ઓડિયો ક્લિપમાં સુરતના કલેક્ટર ધવલ પટેલે સ્પષ્ટતા કરી છે કે હથનુર ડેમમાંથી પાણી છોડાયું હોવાનો વીડિયો ખોટો છે. હથનુર ડેમમાંથી માત્ર 30,688 ક્યુસેક પાણી છોડાયું છે, જે ભયજનક નથી. તો ઉકાઈ ડેમમાં જળસપાતી 307.19 ફૂટ છે. જ્યારે ઉકાઈની ભયજનક સપાટી 335 ફૂટ છે. તો ઉકાઈ તાપીમાં પાણી છોડવામાં આવ્યું નથી.

આર જે મહેકે ધવલ પટેલની ઓડિયો ક્લિપ પોતાના ફેસબુક પેજ પર શૅર કરી છે. જેમાં કલેક્ટર ધવલ પટેલના અવાજમાં જ તમે સ્પષ્ટતા સાંભળી શકો છો.

આ પણ વાંચોઃ Mumbai Rain: મુંબઈમાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ, હજીય રસ્તાઓ છે પાણીમાં

Gujarat Rains surat