100 મહાન સ્થાનોમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીને મળ્યું સ્થાન

29 August, 2019 09:34 AM IST  |  કેવડિયા

100 મહાન સ્થાનોમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીને મળ્યું સ્થાન

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીને ‘ટાઇમ’ દ્વારા ૧૦૦ મહાન જગ્યામાં સામેલ કરવા પર ખુશી વ્યક્ત કરી. પીએમએ ટ્‌વીટ કરીને કહ્યું કે આ ખૂબ સારા સમાચાર છે. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે તેમને ખુશી છે કે ખૂબ જ ઓછા સમયમાં આ જગ્યા પર્યટકોની વચ્ચે ખાસ્સી લોકપ્રિય થઈ ચૂકી છે. દેશના પ્રથમ ગૃહમંત્રીની યાદીમાં આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કર્યું, ‘જબરદસ્ત સમાચાર! ‘ટાઇમ’ મૅગેઝિને ૨૦૧૯નાં ૧૦૦ મહાન સ્થાનોની યાદીમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટીને સ્થાન આપ્યું છે. પાછલા દિવસોમાં એક જ દિવસમાં રેકૉર્ડ ૩૪,૦૦૦ પર્યટકો અહીં પહોંચ્યા હતા. મને ખુશી છે કે આ જગ્યા પર્યટકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.’

આ પણ વાંચો : વિદાય લેતા શ્રાવણની પ્રસાદીરૂપે કચ્છમાં મેઘમહેર

પ્રખ્યાત અમેરિકન મૅગેઝિન ‘ટાઇમ’એ વિશ્વનાં મહત્વના સ્થાનોને લઈ રજૂ કરેલી તાજી યાદીમાં ગુજરાતના ૫૯૭ ફીટ ઊંચા ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ને પણ જગ્યા આપી છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે જે આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રીની સાથે જ ઉપપ્રધાનમંત્રી રહી ચૂકેલા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ છે.

statue of unity gujarat