19 March, 2019 10:38 PM IST | દિલ્હી
ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે ભાજપ-કોંગ્રેસ બંને મંથન કરી રહ્યા છે. બંને પક્ષો જીતી શકે તેવા ઉમેદવારોની શોધ બંને પક્ષો કરી રહ્યા છે. જો કે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં ભાજપ કરતા આગળ દેખાઈ રહી છે. કોંગ્રેસ ગુજરાતની 4 લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.
હજી 22 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવાના બાકી છે. તો સામે ભાજપમાં પણ ટિકિટને લઈ ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસે ગુજરાતની 8 લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ કરી લીધા છે. દિલ્હીમાં આજે મળેલી કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 8 લોકસબા બેઠક માટે ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ વડોદરા : કોંગ્રેસે ઢોલ નગારા વગાડી સરકારનો કર્યો વિરોધ
ગુજરાત કોંગ્રેસ આવતીકાલે બેઠક કરીને 8 બેઠક માટે નામ જાહેર કરે તેવી શક્યતા છે. આ પહેલા કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમ બેઠક માટે રાજુ પરમાર, આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી, વડોદરા બેઠક માટે પ્રશાંત પટેલ, છોટા ઉદેપુરની બેઠક માટે રણજીત રાઠવાના નામે જાહેર કરી ચૂકી છે.