સોમનાથમાં મળશે ફક્ત શાકાહારી ભોજન, નોન-વેજ પર પ્રતિબંધ

16 January, 2019 12:19 PM IST  | 

સોમનાથમાં મળશે ફક્ત શાકાહારી ભોજન, નોન-વેજ પર પ્રતિબંધ

સોમનાથ મંદિર

બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં હવે માંસાહારી ભોજન નહીં મળે. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે સોમનાથમાં માંસાહારી ભોજન ખાવા વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા સોમનાથ મહાદેવ મંદિરના 3 કિલોમીટર વિસ્તારને શાકાહીર જાહેર કરવા અને માંસાહાર પ્રતિબંધ મૂકવા માગ કરાઈ હતી. સોમનાથ મહાદેવ મંદિર બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સ્થાન ધરાવતું એક મંદિર છે અને હવે લોકસભાની ચૂંટણી આવતા પહેલા રાજ્યમાં રૂપાણી સરકારે કહ્યું સોમનાથ વિસ્તારમાં નોન-વેજ ખાવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. જે બાદ સોમનાથ મંદિરથી સેન્ટ મેરી સ્કૂલ અને સેન્ટ મેરી સ્કૂલથી કાજલી માર્કેટિંગ યાર્ડ સુધી વેજ ઝોન જાહેર કરાયો છે.

આ પણ વાંચો : ગાંધીનગરઃCM રૂપાણીએ કરી વાઈબ્રન્ટ સમિટની તૈયારીની સમીક્ષા

મળતી માહિતી મુજબ આ જાહેરાત લાગુ કરી દેવામાં આવી છે.

gujarat