26 January, 2025 10:05 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
૧૧ વર્ષના સાર્થક વત્સલ ભાવસાર
સુરતના અડાજણ વિસ્તારના ૧૧ વર્ષના સાર્થક વત્સલ ભાવસારે હવામાં ઊંધા માથે લટકીને એક નહીં પણ અઘરા ગણાતા મિરર ક્યુબ, 2X2, ૩X૩, pyraminx અને skewb cube જેવા કુલ પાંચ પ્રકારના રુબિક્સ ક્યુબ એક મિનિટમાં સૉલ્વ કરીને રાષ્ટ્રીય રેકૉર્ડ બનાવીને બધી ચકાસણી બાદ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. પાંચમા ધોરણમાં ભણતા સાર્થકે રુબિક્સ ક્યુબની રમતમાં રુચિ હોવાથી આ રમતના ઍલ્ગરિધમ્સ સમજી ટેક્નિક શીખીને ઓછા સમયમાં ઉકેલવામાં માસ્ટરી મેળવી છે.