27 July, 2022 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
Career in Corporate Communication: કૉર્પોરેટ ફિલ્મડમાં વધતા બ્રાન્ડિંગ કૉમ્પિટિશન વચ્ચે દરેક કંપની પોતાને સૌથી આગળ જોવા માગે છે. આમાં મદદ કરે છે કૉર્પોરેટ કમ્યિનિકેશન પ્રૉફેશનલ્સ. આ પ્રૉફેશનલ્સ કંપની અને બ્રાન્ડને વિશ્વ સામે બહેતર રીતે રજૂ કરવાની જવાબદારી ઉઠાવે છે. કૉર્પોરેટ કમ્યુનિકેશનની ફિલ્ડમાં હંમેશાંથી સારા કરિઅરની શક્યતાઓ છે. આજના સમયમાં આ ફિલ્ડમાં ઘણી ગ્રોથ જોવા મળી છે, હવે કૉર્પોરેટ કમ્યુનિકેશનના અનેક સ્વરૂપો છે. હવે આ માત્ર કંપનીના બ્રાન્ડિંગ પૂરતું સીમિત નથી. આ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીઝના આંતરિક અને બાહ્ય રિપૉર્ટ બનાવવા, પ્રચાર સમાગ્રી બનાવવા, પ્રેસ રિલીઝ, ભાષણ, સંમેલન, પ્રેઝેન્ટેશન, વીડિયો સહિત અન્ય ઘણા કમ્યુનિકેશન મોડ્સમાં ફેલાયું છે. દરેક કંપનીને લાભ મળે અને નક્કી કરેલા લક્ષ્યને મેળવવા માટે કૉર્પોરેટ કમ્યુનિકેશન ટેક્નિક્સ અને મેનેજમેન્ટને એકબીજા સાથે જોડવામાં આવે છે.
કૉર્પોરેટ કમ્યુનિકેશન સંબંધિત કૉર્સ
કૉર્પોપેટ કમ્યુનિકેશનમાં અનેક કૉલેજ અને યૂનિવર્સિટીઝ કૉર્સ ઑફર કરે છે. ધોરણ 12 પછી જર્નાલિઝ્મ અને માસ કમ્યુનિકેશનનો કૉર્સ પણ કરી શકાય છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ પણ કૉર્પોરેટ લીડર્સ માટે કમ્યુનિકેશન સ્ટ્રેટેજીનો કૉર્સ કરાવે છે. કૉર્પોરેટ કમ્યુનિકેશનમાં તમારી કારકિર્દી ઘડવા માટે પબ્લિક રિલેશન્સ, પ્રૉફેશનલ અને ઑફિસ કમ્યુનિકેશન જેવા કૉર્સ સાથે વિદ્યાર્થીઓ આ સંબંધે બીજા ઘણાં કૉર્સની પસંદગી પણ કરી શકે છે.
કૉર્પોરેટ કમ્યુનિકેશનમાં કરિઅર સ્કૉપ
કૉર્પોરેટ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થી અનેક ફિલ્ડમાં કરિઅર બનાવી શકે છે. અહીં કરિઅર સ્કોપ કોઈ ખાસ ઉદ્યોગ સુધી સીમિત નથી. જો કમ્યુનિકેશન સ્તરે તમારામાં મૉડર્ન કૉર્પોરેટ વર્લડની અટકળો સમજવાની ક્ષમતા છે, તો આ ફિલ્ડમાં તમને કરિઅરના અનેક ઑપ્શન્સ મળશે. કૉર્સ પૂરો થયા પછી તમે લેક્ચરર, માર્કેટિંગ એક્સપર્ટ, ઇવેન્ટ મેનેજર કે મીડિયા પ્લાનર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી શકો છો. તેમની માટે જુદી-જુદી ખાનગી કંપનીઓ, બિન-લાભકારી સંગઠનો, પબ્લિક એડમિનિસ્ટ્રેશન સરકાર અને કૉર્પોરેટ કેસ, ઇન્ટરનેશનલ કંપની કે મંત્રાલયમાં કમ્યુનિકેશન એક્સપર્ટ તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી શકો છો.
કૉર્પોરેટ કમ્યુનિકેશમાં જરૂરી સ્કિલ્સ
કંપનીના પ્રૉડક્ટ અને સેવાઓના પ્રચાર-પ્રસાર માટે કૉર્પોરેટ વર્લ્ડને હંમેશાં એવા એક્સપર્ટ પ્રૉફેશનલ્સની જરૂર હોય છે જેમની પાસે પ્રભાવી કમ્યુનિકેશન સ્કિલ્સ હોય. જો કે, કૉર્પોરેટ કમ્યુનિકેશન પ્રૉફેશનલ માટે પણ અમુક સ્કિલ્સ હોવી ખૂબ જ જરૂરી છે. આ પ્રૉફેશન માટે કમ્યુનિકેશન સ્કિલ્સ સ્ટ્રૉંગ હોવી જોઈએ. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ. આ સિવાય મીડિયા સાથે પણ સારા સંબંધો જાળવવાની સમજણ હોવી જોઈએ. રાઇટિંગ અને એડિટિંગ સ્કિલ્સ હોવી લાભદાયક નીવડે છે.