15 November, 2023 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાઉથ સ્ટ્રીટ બ્રિજ પરથી સ્કાયલાઇન (તસવીર: Kyle)
લોન્લી પ્લેનેટ જે જાણીતી ટ્રાવેલ ગાઈડ બૂક પબ્લિશર છે તેણે ફિલાડેલ્ફિયા (Philadelphia)ને 2024ના ‘બેસ્ટ ઇન ટ્રાવેલ’ ઍવોર્ડમાં શ્રેષ્ઠ શહેરોમાંથી એક ગણવામાં આવ્યું છે. જેને મુલાકાતીઓ માટે મુલાકાત લેવા માટેના બેસ્ટ સ્થળોમાંથી એક ગણવામાં આવ્યું છે. જ્યારે 50 વિશ્વવ્યાપી સ્થળોની સૂચિનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે પણ 10 ટોચના શહેરોમાં ફિલાડેલ્ફિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
લોનલી પ્લેનેટની 2024માં મુલાકાત લેવાના શહેરોની યાદીમાં ફિલાડેલ્ફિયા (Philadelphia) એ માત્ર બે યુએસ શહેરોમાંથી એક છે, જે નૈરોબી, પેરિસ, મોન્ટ્રીયલ અને મોસ્ટારથી પાછળ રહીને પાંચમા ક્રમે આવે છે. આ સાથે જ લોનલી પ્લેનેટની વેબસાઈટમાં ફિલાડેલ્ફિયાના વિવિધ આકર્ષણો અને રેસ્ટોરન્ટ્સની પ્રશંસા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મુલાકાત લેવા યોગ્ય સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફિલાડેલ્ફિયાના બેસ્ટ સ્થળોની વાત કરવામાં આવે તો તેમાં ઐતિહાસિક ઈટાલિયન માર્કેટમાં ડીબ્રુનો બ્રધર્સ અને સાઉથ ફિલી બાર્બાકોઆ, એફડીઆર પાર્કમાં દક્ષિણપૂર્વ એશિયન માર્કેટ, રીડિંગ ટર્મિનલ માર્કેટમાં બેસેટ્સ આઈસક્રીમ અને ઝહાવ, માઈકલ સોલોમોનોવની બહુવિધ એવોર્ડ વિજેતા સોસાયટી હિલ રેસ્ટોરન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
લોન્લી પ્લેનેટ તરફથી ફિલાડેલ્ફિયા (Philadelphia)ને આ રીતે માન્યતા મળવી એ આ શહેરને માટે મોટી, જાણીતી સંસ્થાઓ તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને વેગ આપવામાં મદદ કરી શકે તેમ છે. ઉપરાંત આ વર્ષના મે મહિનામાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ટ્રાવેલ ઓથોરિટી મિશેલિને પ્રથમ ફિલાડેલ્ફિયા ડેસ્ટિનેશન ગાઈડ જારી કરી હતી. જેમાં શહેરના ટોચના બેસ્ટ પ્રવાસના અનુભવો શૅર કરવામાં આવ્યા હતા.
એટલું જ નહીં જૂનમાં ફિલાડેલ્ફિયા (Philadelphia)ના વિવિધ શેફ અને રેસ્ટોરાંએ 2023 જેમ્સ બીયર્ડ ઍવોર્ડ્સમાં ચાર મુખ્ય કેટેગરીમાં ઈનામ મેળવ્યા હતા. ફિલાડેલ્ફિયાના રેસ્ટોરન્ટ્સ અને ફૂડ માર્કેટ્સે પણ ફૂડ એન્ડ વાઈન, ન્યૂ યોર્ક ટાઈમ્સ અને વોશિંગ્ટન પોસ્ટ સહિતના અન્ય પ્રકાશનો દ્વારા પ્રકાશિત ટોપ લિસ્ટમાં અગ્રણી સ્થાન મેળવવાનું ચાલુ રાખ્યું છે. વધુમાં યુએસએ ટુડેના વાચકોએ 2023 માટે ફિલાડેલ્ફિયાને અમેરિકામાં "મોસ્ટ વૉકેબલ સિટી" અને "સ્ટ્રીટ આર્ટ માટે શ્રેષ્ઠ શહેર" તરીકેનો દરજ્જો આપ્યો હતો.
ફિલાડેલ્ફિયા કન્વેન્શન અને વિઝિટર બ્યુરોના પ્રમુખ અને CEO ગ્રેગ કેરેન જણાવે છે કે, "ફિલાડેલ્ફિયા (Philadelphia)માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ગ્રુપ મીટિંગ્સ અને લેઝર ટ્રાવેલ બંને માટે વ્યાપ છે. લોકો અહીં રેસ્ટોરન્ટમાં ખાવા, મ્યુઝિયમની મુલાકાત લેવા, તે ઉપરાંત અહીંની સાર્વજનિક કળા જોવા માટે આવે છે અને આ અદ્ભુત શહેરનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માંગે છે તેમાં કોઈ શંકા નથી. મુલાકાતીઓ તરફથી મળી રહેલો આ પ્રેમ જોતાં જ ફિલાડેલ્ફિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા નવા ઇન્ટરનેશનલ રૂટ્સમાં ગતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમે હજી વધુને વધુ વિકાસ થાય અને લોકો અહીં આવે એવા પ્રયત્નો કરી રહ્યાં છીએ”