02 June, 2021 11:56 AM IST | Mumbai | Dr. Mukul Choksi
GMD Logo
મારી ઉંમર ૬૦ વર્ષની છે. મને એક વિચિત્ર તકલીફ શરૂ થઈ છે. થોડા સમયથી મારી કામેચ્છા મંદ પડી ગઈ હતી, પણ છેલ્લા છ-સાત મહિનાથી મને કામેચ્છા જાગે છે, પણ ઇન્દ્રિયમાં સખતપણું લાંબો સમય નથી રહેતું તો આ ઉત્થાન ટકી રહે એ માટે કોઈ ઉપાય છે? અને બીજી વાત, મારામાં જેમ કામેચ્છા જાગી છે એવી જ રીતે મારી વાઇફમાં પણ એ જાગે એની માટે મારે શું કરવું?
માટુંગાના રહેવાસી
ઉત્તેજનાના અનેક પ્રકાર છે. બિલકુલ ઉત્તેજના ન આવે તો એના માટેના કેટલાક ઇન્જેક્શન આવે છે જે ડૉક્ટરની સલાહ લઈને લેવા જોઈએ, પણ તમને એની કોઈ આવશ્યકતા નથી. ઉત્થાનમાં થોડું સખતપણું રહેતું હોય પણ યોનિપ્રવેશ પહેલાં જ જો ઉત્થાન ઓછું થઈ જાય કે બેસી જાય તો હવે આપણે ત્યાં વાયેગ્રા પ્રકારની જે મેડિસિન બને છે એનો વપરાશ કરી શકાય, પણ એક વાત યાદ રાખજો - આ પ્રકારની કોઈ દવા ડૉક્ટરની સલાહ વિના લેવી જોઈએ નહીં. ડૉક્ટરને રૂબરૂ મળીને જ આવી દવાઓ લેવી. સામાન્ય રીતે મોટા ભાગની પ્રિસ્ક્રાઇબ્ડ ડ્રગ્સ હોવાથી મેડિકલ સ્ટોર પરથી એ નહીં મળે.
કામેચ્છા કાયમ જાગૃત રહે એવું હોતું નથી. એ સમયાંતરે સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન કે બ્લડપ્રેશરને આધારિત વર્તતી રહે છે. એમાં ઘટાડો-વધારો પણ નેચરલ છે એટલે એની પણ ચિંતા કરવી નહીં. વિચારોમાં સ્વસ્થતા હોય તો બધું નોર્મલ લાગવા માંડે અને જો બધું નોર્મલ હોય તો તમામ પ્રકારના આનંદની પણ ઇચ્છા થવા માંડે. તમે તમારા વાઇફની જે વાત કરી છે એમાં પણ આ જ વાત લાગુ પડે. તમે જુઓ કે એના મનમાં કોઈ ચિંતા કે તણાવ છે કે નહીં. જો એવું હોય તો પહેલાં એ ચિંતા દૂર કરો અને જો એવું ન હોવા છતાં એને કામેચ્છા ન જાગતી હોય તો તમે તેની સાથે લાગણીસભર વાતોથી મનમાં લાગણી જન્માવીને એ રસ્તે કામેચ્છા જગાડી શકો છો. તમે જે ઉંમર પર છો એ ઉંમરે આ જ રસ્તો શ્રેષ્ઠ રહે. એક વાત યાદ રાખજો, પુરુષ કામસુખ મેળવવા પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ માટે કામસુખ આપે છે. તમારે પ્રેમની પરિભાષાનો ઉપયોગ કરવો પડશે.