લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ વધી રહી છે ત્યારે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું?

08 July, 2024 08:30 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મેટ્રોના મોટા ભાગની લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં જોવા મળવા માંડ્યું છે કે ફિઝિકલ નીડ માટે પ્રોફેશનલ્સ-વર્કર્સને સહજ રીતે આવકારી લેવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજકાલ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ એટલી ઝડપથી વધે છે કે ૭૦ અને ૮૦ના દસકામાં જન્મેલા તો કલ્પના પણ ન કરી શકે. મજાની વાત એ છે કે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપને યંગસ્ટર્સ ત્રાસદાયી પણ નથી માનતા. લૉન્ગ ડિસ્ટન્સ સંબંધોનો જે સ્તરે સ્વીકાર શરૂ થયો છે એની પાછળનું મુખ્ય કારણ કોઈ હોય તો એ કે હવે દરેકને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે યોગ્ય સમય જોઈએ છે અને એ સમયની સાથોસાથ તે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે રિલેશનશિપ પણ અકબંધ રાખવા માગે છે. એક સમય હતો કે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ માત્ર મૅરેજ પછી જોવા મળતી અને એ પણ બે પ્રકારના પ્રોફેશનને કારણે. સેનામાં હોય અને હસબન્ડ બૉર્ડર પર ગયો હોય એવા સંજોગોમાં કે પછી હસબન્ડ ફૉરેનમાં કામ કરતો હોય તો એ રિલેશનશિપ કમને સ્વીકારી લેતી, પણ હવે એવું નથી રહ્યું.

હવે મોટો ચેન્જ એ આવ્યો છે કે મૅરેજ વિના પણ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપને ટકાવી રાખવામાં આવે છે. આર્મી કે ફૉરેન જૉબ કરનારાઓ સિવાયના સેક્ટરમાં પણ કરીઅર બનાવવા માગતા યંગસ્ટર્સે પણ એનો સહજસ્વીકાર કરી લીધો છે. કરીઅર પર ફોકસ કરવા બન્ને એકબીજાને લૉન્ગ ડિસ્ટન્સ સાથે સ્વીકારવા તૈયાર થયેલાં રહે એ સારી વાત છે, એમાં કશું ખરાબ નથી પણ આવા સંબંધોમાં ધ્યાન રાખવા જેવી અગત્યની વાત છે ફિઝિકલ નીડની.

મેટ્રોના મોટા ભાગની લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં જોવા મળવા માંડ્યું છે કે ફિઝિકલ નીડ માટે પ્રોફેશનલ્સ-વર્કર્સને સહજ રીતે આવકારી લેવામાં આવે છે. હવેના સમયમાં પ્રોફેશનલ્સ પણ એટલા હાઇજીનની બાબતમાં અવેરનેસ ધરાવતા થયા છે તો એઇડ્સ જેવી બીમારીથી વાકેફ રહે છે, પણ મુદ્દો એ નથી, મુદ્દો છે વારંવાર વ્યક્તિ ચેન્જ કરવાની બાબતનો. એક યંગસ્ટરે હમણાં શેખી મારતાં મને કહ્યું કે તેણે પોતાની અઢી વર્ષની કરીઅર દરમ્યાન ૭થી વધુ પ્રોફેશનલ છોકરી સાથે રિલેશન બાંધ્યાં અને એ કાઉન્ટ હજી વધતો જાય છે. આવું જ છોકરીઓમાં પણ બનતું જોવા મળ્યું છે. એક વાત હંમેશાં યાદ રાખવી કે જો તમારી નીડ કોઈ પણ રીતે તમે પૂરી કરવાની મેન્ટાલિટી ડેવલપ કરી લેશો તો તમને ઇમોશન્સની પણ જરૂર નહીં રહે. ફિઝિકલ નીડ ઇમોશનનો એક એવો પ્રકાર છે જે તમને તમારા પાર્ટનર તરફ ખેંચી લાવવાનું કામ કરે છે, તમને એની સાથે જોડી રાખવાનું કામ કરે છે. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ધરાવતા હો, ઇચ્છતા હો કે કરીઅરનાં તમામ સપનાં પૂરાં થાય તો એવા સંજોગોમાં પાર્ટનર સિવાય કોઈ સાથે ફિઝિકલ ન થવું એ પણ દૃઢતા સાથે નક્કી કરવું એ જ રિલેશનશિપની ગરિમાને અકબંધ રાખશે. 

sex and relationships relationships life and style columnists