02 April, 2024 07:29 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારી સગાઈને દોઢ વર્ષ થયું છે અને અમારા બન્નેનું હજી પોસ્ટ-ગ્રૅજ્યુએશન અને આગળનું ભણવાનું ચાલુ હોવાથી હજી એક વર્ષ પછી અમારાં મૅરેજ થવાનાં છે. અત્યાર સુધી અમે ઘણો કન્ટ્રોલ રાખ્યો હતો, પરંતુ થોડા દિવસ પહેલાં એકાંતમાં મળ્યાં ત્યારે સંયમ ગુમાવી બેઠાં હતાં. એ વખતે અમારી પાસે કૉન્ડોમ કે સેફ્ટી માટે કોઈ સાધન ન હોવાથી ફિયાન્સેએ ઇજેક્યુલેશન બહારની તરફ કરેલું. એને કારણે અમને બન્નેને ખૂબ ટેન્શન હતું, પણ એ પછી મહિનાની તારીખ મુજબ જ મને પિરિયડ્સ શરૂ થઈ ગયા એટલે મેન્ટલી અમે રિલૅક્સ થઈ ગયા, પણ પ્રૉબ્લેમ અમને બીજી વારમાં થયો. એ વખતે અમે કૉન્ડોમ વાપરેલું. જોકે મૂવમેન્ટ દરમ્યાન એ સરકી ગયું હશે એટલે સ્પર્મ ભરેલું કૉન્ડોમ મારી વજાઇનલ કૅવિટીમાં ભરાઈ ગયું. ઊંડે હાથ નાખીને કૉન્ડોમ બહાર કાઢવું પડેલું. શું કૉન્ડોમની સાઇઝ મોટી હશે? પ્રૉપર સાઇઝ માટે શું કરવું?
ગોરેગામ
સૌથી પહેલાં તો તમને એ કહીશ કે લગ્ન પહેલાં જો તમે અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવા માગતા હો તો કૉન્ડોમ વિના ફિઝિકલ થવાનું જોખમ ન લેવું. ભલે ઇજેક્યુલેશન બહાર કરતા હો, પણ જો ક્યારેક સ્પર્મનું એકાદ ટીપું પણ અંદર પડી જાય તો સમસ્યા સર્જાઈ શકે છે માટે આ વાત ભૂલવી નહીં. કૉન્ડોમ સરકી પડવાનું કારણ એની સાઇઝ નહીં, પણ એ બરાબર પહેરાયું ન હોય એવું બની શકે છે, કારણ કે માર્કેટમાં મળતાં મોટા ભાગનાં કૉન્ડોમ્સ એકદમ ફ્લેક્સિબલ હોય છે. પેનિસ બરાબર ઉત્તેજિત થઈ જાય એ પછી જ કૉન્ડોમ પહેરવું જોઈએ. પેનિસની ટિપ પરથી ઉપર તરફ કૉન્ડોમને અનરોલ કરતા જવું, એ કૉન્ડોમ પહેરવાની ઑથેન્ટિક રીત છે. જો છેક પેનિસના મૂળ સુધી અનરોલ કરીને લઈ જવામાં ન આવે તો ક્યારેક આગળ-પાછળ કરવામાં આવતી મૂવમેન્ટ દરમ્યાન કૉન્ડોમ સરકી જઈ શકે છે. ધારો કે કૉન્ડોમ સરકીને બહાર નીકળી જાય અથવા તો વજાઇનલ કૅવિટીમાં ફસાઈ જાય તો એવા સમયે સ્પર્મ અંદર જતું રહે એવી શક્યતા રહે છે. જો તમને જરા પણ શંકા હોય કે સ્પર્મ વજાઇનામાં ગયું હશે તો આવા સંજોગોમાં ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લઈ લેવી હિતાવહ છે, એમાં બિલકુલ ભૂલ ન કરવી.