10 May, 2023 04:29 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું અને મારી પત્ની પ૭ વર્ષનાં છીએ. મેનોપૉઝ પછી પત્નીનો યોનિમાર્ગ લૂઝ થઈ ગયો હોવાથી પહેલાં જેવી મજા નથી આવતી. વેરિએશન લાવવા અમે હમણાં ગુદામૈથુનની ટ્રાય કરવાનું વિચાર્યું. આમાં મારી પત્નીની પણ પૂરી સહમતી હતી. જોકે એક વાર મેં ગુદામાર્ગમાં ઇન્દ્રિય એન્ટર કરી, પણ એ પછી આગળપાછળની મૂવમેન્ટ કરવામાં પત્નીને ખૂબ દુખાવો થવા લાગ્યો. એ પ્રયત્નમાં આનંદ કરતાં પત્નીને પીડા જ વધુ થઈ. એટલે પછી અમે યોનિમૈથુનથી જ કામ ચલાવ્યું. એ રાત પછી મને અને મારી વાઇફને બન્નેને ઇન્ફેક્શન થઈ ગયું છે. મારી ઇન્દ્રિય પર ઘસરકા પડ્યા હોય એમ લાલ રૅશિઝ થઈ ગયા છે અને વાઇફને યોનિમાર્ગમાંથી ગંદી વાસ સાથે સફેદ પાણી નીકળે છે. દહિસર
ગુદામૈથુન માટે માત્ર પત્નીની સંમતિ હોવાથી કામ પૂરું નથી થતું. એ માટે વિશેષ કાળજી રાખવી પડે, નહીં તો તમને થઈ એવી હેરાનગતિ થઈ શકે છે.
ગુદામૈથુન માટે બહારથી ખૂબબધાં લુબ્રિકેશનની જરૂર પડે છે. યોનિમાર્ગમાંથી કુદરતી રીતે ચીકાશ ઝરતી હોવાથી સમાગમ સરળ હોય છે, પણ ગુદામાર્ગમાં એવી કોઈ ચીકાશ નથી હોતી. ગુદાદ્વાર એ યોનિના સ્નાયુઓ જેવું ફ્લેક્સિબલ પણ નથી હોતું. યોનિમાંથી આખેઆખું બાળક નીકળી શકે એટલું એ સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે ગુદાના સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા અત્યંત ઓછી હોય છે.
આટલી વાતો સમજીને ગુદામૈથુન દરમ્યાન કોપરેલ તેલ કે મેડિકલ સ્ટોરમાં મળતી જેલીનો ભરપૂર ઉપયોગ કરવો હિતાવહ છે, નહીંતર પત્નીને તકલીફ પડી શકે છે. બીજું, ગુદામૈથુનમાં કૉન્ડોમ વાપરવું ફરજિયાત છે. જો તમે એમ ન વાપરો તો અંદર રહેલો કચરો ઇન્દ્રિયને ઇન્ફેક્શન આપી શકે છે. જો તમે કૉન્ડોમ પહેર્યું હોય અને ગુદામૈથુન કરો અને એ પછી યોનિપ્રવેશ કરો તો આ બન્ને પ્રક્રિયામાં પણ એ ચેન્જ કરવું અત્યંત જરૂરી છે. બન્ને પ્રક્રિયામાં ભૂલથી પણ એક જ કૉન્ડોમનો ઉપયોગ કરવાનો નહીં. તમે આ ભૂલ કરી હશે, જેને લીધે પેનિસ પર લાગેલું ઇન્ફેક્શન યોનિમાર્ગમાં પણ ગયું. કૉન્ડોમ ન પહેરવાની ભૂલને કારણે તમને બન્નેને ઇન્ફેક્શન થયું હોઈ શકે છે. આ માટે ફૅમિલી ડૉક્ટરને બતાવીને સલાહ લેવી જરૂરી છે.