સેક્સ-લાઇફને મંદ કરવા માટે અમારે શું કરવું?

27 November, 2023 12:57 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પરસ્પર પ્રત્યે વફાદારી જાળવવા માટે આવા વિકલ્પની શોધ એ પરસ્પર પ્રત્યેનો અવિશ્વાસ બતાવે છે. કુદરતી આવેગોને સંતોષવા માટે કામસૂત્રમાં મહર્ષિ વાત્સ્યાયને હસ્તમૈથુનનો વિકલ્પ આપ્યો જ છે. એનાથી તમારે આવેગો પણ ડામવા નહીં પડે અને વફાદારી પણ જળવાશે.

પ્રતીકાત્મક તસવીર

અમે પતિ-પત્ની બન્ને ૨૯ વર્ષનાં છીએ. બે સંતાનો છે અને અમે બન્ને વર્કિંગ છીએ. મારે દોઢ વર્ષ માટે કંપનીના કામસર વિદેશ જવાનું છે. બાળકો નાનાં છે અને મારી વાઇફ પણ અહીં જૉબ કરે છે એટલે સપરિવાર જઈ શકાય એમ નથી. ફૉરેનમાં સેટલ થવાનો કોઈ ઇરાદો નથી. જોકે મને ચિંતા સતાવે છે કે આટલા લાંબા ગાળા દરમ્યાન હું અને મારી વાઇફ એકબીજાને વફાદાર કેવી રીતે રહીશું? અત્યાર સુધી અમે વીકમાં ઓછામાં ઓછું બે વાર સંબંધ માણતા હતા. વિદેશ જવાના પ્રયોગરૂપે અમે પંદર દિવસ માટે સમાગમ ન કરવાનો નિર્ણય કર્યો, પણ મારાથી રહેવાતું નથી. મારી વાઇફને લાગે છે કે હું વિદેશ જઈને બહારની છોકરી પાસે જતો થઈ જઈશ. જેમ ગર્ભાધાન રોકતી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આવે છે એવી કોઈ હૉર્મોનની દવા ખરી જેનાથી સેક્સની ઇચ્છા થોડા સમય માટે બ્લૉક થઈ જાય? તો અમે બન્ને એકમેકને વફાદાર રહી શકીએ અને એ બાબતે નિશ્ચિંત પણ થઈ જઈએ.  ગોરેગામ

તમારા સવાલ પર પોરસાવું કે પછી હસવું એની ખબર નથી પડતી, કારણ કે મોટા ભાગના લોકો કામેચ્છા કઈ રીતે વધારવી એ પૂછતા હોય છે, જ્યારે તમે કામેચ્છાને અટકાવવાનું બટન શોધી રહ્યા છો અને એ પણ પાર્ટનર્સ સાથે વફાદાર રહી શકાય એ માટે? ભાઈ, એવી કોઈ દવા શોધાઈ નથી જેનાથી કામેચ્છા ટેમ્પરરી ધોરણે મરી જાય. હા, હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સથી કામેચ્છા પર વિપરીત અસર કરી શકાય, પણ ઓવરઑલ એ સેક્સલાઇફને ખતમ પણ કરી શકે અને બીજી આડઅસર કરે એ તો વધારાનું. પરસ્પર પ્રત્યે વફાદારી જાળવવા માટે આવા વિકલ્પની શોધ એ પરસ્પર પ્રત્યેનો અવિશ્વાસ બતાવે છે. કુદરતી આવેગોને સંતોષવા માટે કામસૂત્રમાં મહર્ષિ વાત્સ્યાયને હસ્તમૈથુનનો વિકલ્પ આપ્યો જ છે. એનાથી તમારે આવેગો પણ ડામવા નહીં પડે અને વફાદારી પણ જળવાશે. આ જ રસ્તો તમારી વાઇફ પણ વાપરી શકે છે અને એકલા પડ્યા પછી પણ પૂરેપૂરો આનંદ માણી શકે છે. બાકી વાત રહી વિશ્વાસની તો એ મનની વાત છે. બધા પ્રકારના રસ્તાઓ અપનાવ્યા પછી પણ શંકા કરવી હોય તો થઈ જ શકે છેને.

sex and relationships health tips columnists