01 May, 2023 03:47 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
હું એક મૉડલ છું અને એજ ૨૭ વર્ષની છે. અત્યાર સુધી ચાર ગર્લફ્રેન્ડ અને બે કૉલગર્લ સાથે સેક્સ માણ્યું છે. જોકે મોટા ભાગની છોકરીઓનું કહેવું છે કે હું તેમને સૅટિસ્ફૅક્શન આપી શક્યો નથી. ગર્લફ્રેન્ડ્સ સાથે તો એક કરતાં વધુ વાર સેક્સ કર્યું છે, પણ જ્યારે તેમને પૂછું કે સૅટિસ્ફૅક્શન મળ્યું? તો તેમનો જવાબ સ્પષ્ટ નથી હોતો. ના કહી શકાતું નહીં હોય એટલે જવાબ આપવાનું ટાળતી હશે એવું લાગે છે. હવે મારાં મૅરેજ થવાનાં છે અને મને ટેન્શન એ વાતનું છું કે હું મારી વાઇફને સૅટિસ્ફૅક્શન આપી શકીશ કે નહીં? ઇરેક્શનમાં મને પ્રૉબ્લેમ નથી અને સ્ટ્રેન્થ પણ મારામાં સારીએવી રહે છે. બેથી ત્રણ રાઉન્ડ તો હું એકસમયે લઈ શકું છું અને એ પછી પણ એ લોકોનાં રીઍક્શન્સથી મારો કૉન્ફિડન્સ ડગી ગયો છે. એ જ કારણોસર હું મૅરેજ ટાળી રહ્યો છું. હવે વધુ પાછું ઠેલાય એમ નથી ત્યારે શું કરવું એ જણાવશો. મલાડ
તમે ફીમેલ પાર્ટનર્સને સંતોષ થયો કે નહીં એવું પૂછ્યું, પણ શું એવું કદી પૂછ્યું કે શું કરું તો તમને ગમે? સામાન્ય રીતે પુરુષો નેગેટિવ જવાબ મળે એટલે શરમથી સંકોચાઈને આગળ વાત જ ન વધારે. એને બદલે પાર્ટનરને શું ગમે છે એ જાણીને એ મુજબ ચેષ્ટાઓ કરશો તો જરૂર સામેવાળી વ્યક્તિનું દિલ જીતી શકશો; કારણ કે ખરું સૅટિસ્ફૅક્શન ઇન્ટરકોર્સમાં નહીં, પ્લેઝરની મોમેન્ટમાંથી આવે છે.
તમે અત્યાર સુધીમાં ચાર ગર્લફ્રેન્ડને પટાવી શક્યા છો અને તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે એ બતાવે છે કે તમને સ્ત્રીઓને ગમે એ પ્રકારની રોમૅન્ટિક વાતો કરતાં જરૂર આવડતી હશે. ધારો કે ન આવડતી હોય તો શીખી લો. સ્ત્રીઓને સેક્સ કરતાં પ્રેમ અને હૂંફની વધુ જરૂર હોય છે. તમે સેક્સ-ઍક્ટને વધુ એક્સાઇટિંગ બનાવવા ઇચ્છતા હો તો પત્નીને પ્રેમ અને હૂંફ આપશો તો વાત આપમેળે બની જશે.
પ્રોફેશનલ કૉલગર્લ પાસે જવાનો અખતરો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝના જોખમથી ભરપૂર છે એટલે સુખી મૅરેજ-લાઇફ ઇચ્છતા હો તો એ દિશાથી દૂર જ રહેવું બહેતર છે. મનમાં કોઈ જ ગ્રંથિ રાખ્યા વિના વાઇફને રોમૅન્સ અને પ્રેમ આપજો અને તેને જ પૂછીને આગળ વધો કે તેને શું ગમે અને કઈ ચેષ્ટા કરો તો તેને નહીં ગમે.