દારૂ ન પીઉં ત્યારે પર્ફોર્મન્સ પર નબળી અસર પડે છે

07 February, 2024 08:04 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

દુઃખી થઈને માણસ દારૂ પીએ છે; પણ દારૂથી ગમ દૂર નથી થતો, ઊલટાનો વધે છે.

પ્રતીકાત્મક તસવીર

ઉંમર ૪૮ વર્ષ છે. યુવાનીમાં ચાર ગર્લફ્રેન્ડ છૂટી ગઈ અને બે લગ્ન તૂટ્યાં છે. હવે હસ્તમૈથુનથી જ સંતોષ મેળવું છું. બે-ત્રણ નિશ્ચિત કૉલગર્લ સાથે સંબંધો શરૂ થયા છે. દારૂની આદત પડી ગઈ છે અને મિત્રો પણ પરણીને ઠરીઠામ થઈ ગયા હોવાથી પબમાં એકલા જ નાઇટઆઉટ માટે જવું પડે છે. કોઈ કૉલગર્લ પાસે જતાં પહેલાં મારે થોડોક દારૂ પીવો જ પડે છે. એ વિના શંકા રહ્યા કરે છે કે બરાબર પર્ફોર્મ નહીં કરી શકું. પીધા વિના ઉત્તેજના ઓછી હોય છે અને સમાગમ પણ ટૂંકાઈ જાય છે. સમાગમ માટે દારૂની આદત જરૂરી બની ગઈ છે. હસ્તમૈથુન કરતી વખતે એવું નથી થતું. શું વાયેગ્રા લઈને સમાગમ કરું તો દારૂ પીવાની જરૂરિયાત મટે? 
મલાડ

અનેક સંબંધો તૂટ્યા પછી તમને એકલવાયાપણું ફીલ થતું હોય એ સ્વાભાવિક છે, પણ ફિઝિકલ સંતોષ માટે તમે ખતરનાક રસ્તો પસંદ કર્યો છે. એ તમારી આજની જરૂરિયાતો કદાચ સંતોષી લેશે, પણ એક પરિવાર જેવી હૂંફ અને સથવારો કદી નહીં આપી શકે. 

દુઃખી થઈને માણસ દારૂ પીએ છે; પણ દારૂથી ગમ દૂર નથી થતો, ઊલટાનો વધે છે. આલ્કોહૉલ માત્ર સેક્સ્યુઅલ લાઇફ જ નહીં, ઓવરઑલ ફિઝિકલ હેલ્થ માટે પણ નુકસાનકારક છે. દારૂથી અચાનક આવતા ઉન્માદને કારણે પર્ફોર્મન્સ સુધરી ગયો હોય એવું લાગી શકે છે, પણ ખરેખર સેક્સ-લાઇફ સુધરતી નથી. લાંબા ગાળે દારૂ સેક્સ-લાઇફમાં જબરી તકલીફો સર્જે છે; એટલું જ નહીં, લિવર અને બ્રેઇન માટે એ ઘાતક પણ નીવડી શકે છે. માણસ જ્યારે દારૂ પીએ છે ત્યારે તેનો પોતાના પરનો કાબૂ છૂટી જાય છે. વ્યક્તિની સાચું અને ખોટું સમજવાનો ભેદ પારખવાની ક્ષમતા ખોરવાઈ જાય છે. ઘડીભરની મજા માટે તમારું મગજ ભૂલી જાય છે કે મલ્ટિપલ પાર્ટનર્સ સાથેના સંબંધો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝના ખતરાથી ખાલી નથી. 

દારૂ વિના શરૂઆતમાં તમને પર્ફોર્મન્સ નબળો પડતો લાગશે, પણ એક વાર લત છૂટી જશે પછી વાંધો નહીં આવે. દારૂની સાથે કોઈ પણ પ્રકારની દવા લેવી યોગ્ય નથી. એ પણ કહેવાનું કે તમે જે ઉંમર પર પહોંચ્યા છો ત્યાંથી એન્ડ્રોપૉઝની શરૂઆત પણ થતી હોય છે એટલે એની પણ અસર પર્ફોર્મન્સ પર દેખાતી હોય એવું બની શકે. એટલે માત્ર દારૂ નથી પીધો એટલે તમારો પર્ફોર્મન્સ નબળો છે એવું માની લેવું ભૂલ છે.

columnists sex and relationships