જે જેલી વાપરું છું એનું અવળું રિઝલ્ટ મળે છે

30 January, 2024 08:13 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમારી સમસ્યા છે ડ્રાયનેસની. પ્રૉપર લુબ્રિકેશનના અભાવે પેઇનફુલ ઇન્ટરકોર્સની સમસ્યા હોય તો સૌથી પહેલાં કુદરતી રીતે લુબ્રિકેશન વધે એવા પ્રયત્નો કરવા જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

મૅરેજને સાત વર્ષ થયાં છે. હસબન્ડ બેડમાં ખૂબ આક્રમક થઈ જાય છે. ઇન્ટરકોર્સ વખતે અને પછી ઘર્ષણને કારણે વજાઇનામાં ખૂબ જ બળતરા થાય છે. સમાગમ પછી મને ખંજવાળ પણ ખૂબ આવે છે. ખણી નાખવાથી ફોડલીઓ થાય અને એમાં પસ ભરાય. એ ફોડું એટલે ત્યાં ડાઘા રહી જાય. આમ એક વિષચક્ર શરૂ થયું છે. હવે પીડા ન થાય એ માટે હું હસબન્ડ યોનિપ્રવેશ કરે એ પહેલાં વજાઇનાની આસપાસ તેમ જ થોડેક અંદર સુધી જેલી લગાડી દઉં છું. જોકે એનાથી એ સમયે બળતરા કે દુખાવો નથી થતો, પણ સમાગમ પત્યા પછીની સવારે જલન મહેસૂસ થાય છે. આ જેલીને કારણે હસબન્ડનું સ્ખલન વહેલું થતું અટક્યું છે, હું એની માટે જેલીનો ઉપયોગ જ નહોતી કરતી. બળતરા અને પીડાની સમસ્યા હજી પણ અકબંધ છે, મારે શું કરવું જોઈએ?
તાડદેવ

તમારી સમસ્યા છે ડ્રાયનેસની. પ્રૉપર લુબ્રિકેશનના અભાવે પેઇનફુલ ઇન્ટરકોર્સની સમસ્યા હોય તો સૌથી પહેલાં કુદરતી રીતે લુબ્રિકેશન વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. તમે જે જેલીનું નામ આપ્યું છે એ જેલીની ખાસિયત છે સંવેદના અટકાવવી, એ જેલીના વપરાશથી લુબ્રિકેશન આવતું નથી. કુદરતી રીતે લુબ્રિકેશન વધારવા માટે ફોરપ્લેમાં પૂરતો સમય ફાળવવામાં આવે એ જરૂરી છે. પતિના આક્રમક સ્વભાવને કારણે કદાચ તેઓ સંવનનના ગાળાને બદલે ડાયરેક્ટ પેનિટ્રેશન કરતા હશે. માટે જો સહેજ નજાકત વાપરીને ફોરપ્લેમાં રોમૅન્ટિક સમય ગાળશો તો વજાઇનામાંથી સમાગમ માટે જરૂરી લુબ્રિકેશન ઝરશે. જો એ પ્રયોગ છતાં ડ્રાયનેસ રહેતી હોય તો કૃત્રિમ લુબ્રિકેશન વાપરવું જોઈએ, ઍનેસ્થેટિક જેલી નહીં. 

તમે જે વાપરો છો એ લોકલ ઍનેસ્થેસિયા જેવી અસર કરે છે અને એનો વપરાશ કરવાથી સંવેદના થોડાક સમય માટે બંધ કરી દે છે. સંવેદના ઘટે એટલે કદાચ ઉત્તેજના લાંબો સમય સુધી ટકે, પણ એટલું પ્લેઝર ફીલ ન થાય. હું કહીશ કે ઓળખીતા કે પછી ફ્રેન્ડ્સ પાસેથી આવું સજેશન લેવાને બદલે ડૉક્ટરની ઍડ્વાઇઝ લો અને એની પાસે જેલીનું નામ લખાવી લો. આ ઉપરાંત જો તમે ટ્રાય કરવા માગતા હો તો ડ્રાયનેસ દૂર કરવા માટે સાદું કોપરેલ તેલ પણ વાપરી શકો છો. એનાથી ડ્રાયનેસ દૂર થઈને ઘર્ષણ અટકશે એટલે સમાગમ પછીની બળતરા પણ નહીં થાય.

columnists sex and relationships