લોકો હસતાં-હસતાં ગમે એ સંભળાવે છે

09 February, 2024 08:25 AM IST  |  Mumbai | Sejal Patel

આજની જનરેશન જરા વધુપડતી જ પોકિંગ અને બુલિઇંગમાં ફન ફીલ કરવા લાગી છે. યસ, આવી ઘટનાઓને કારણે અનેક લોકો માનસિક સ્વસ્થતા ગુમાવી દે એવું પણ બને છે

પ્રતીકાત્મક તસવીર

મારી કૉલેજ પૂરી થઈ અને ઇન્ટર્નશિપ પૂરી થઈ એ પછીથી હવે પહેલી જૉબમાં જોડાયો છું. નવી જગ્યાએ જોડાવાનો મનમાં ડર લાગ્યા કરે છે. વાત એમ છે કે હું જ્યાં જાઉં ત્યાં લોકો મને ટેકન ફૉર ગ્રાન્ટેડ લે છે. વાત એમ હતી કે કૉલેજમાં મારા ફ્રેન્ડસર્કલમાં પણ બધા વાતો-વાતોમાં મારી મજાક ઉડાવતા રહેતા હતા. એને કારણે હું બહુ ગુસ્સે થઈ જતો. તેમને એમાં મજા આવતી અને પછી વધુ ટાંગ ખીંચાઈ થતી. ઇન્ટર્નશિપ જ્યાં કરતો હતો ત્યાં પણ બે જૂના ફ્રેન્ડ્સ મારી આદતો વિશે બઢાવી-ચડાવીને વાત કરતા. આ જ કારણોસર તેમની સાથે પણ બહુ ઝઘડા થતા. નવી ઑફિસમાં નવી શરૂઆત થઈ રહી છે ત્યારે મને અગેઇન એ જ ડર લાગે છે કે ત્યાં પણ લોકો મને બુલી કરશે કે પછી ખોટી વાતો માટે પોક કરશે તો? મને આ વાતનું એટલું ઇરિટેશન થાય છે કે આ જ કારણોથી મેં જૂના ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ હળવા-મળવાનું ઓછું કરી દીધું છે. 

આજની જનરેશન જરા વધુપડતી જ પોકિંગ અને બુલિઇંગમાં ફન ફીલ કરવા લાગી છે. યસ, આવી ઘટનાઓને કારણે અનેક લોકો માનસિક સ્વસ્થતા ગુમાવી દે એવું પણ બને છે. જોકે આવી ઘોંચપરોણા કરવાની ઘટનાઓને જો પરિપક્વતાપૂર્વક ફેસ કરવામાં આવે તો સામેવાળાનો તમને નીચા દેખાડવાનો અભરખો ઘટી જશે. પોકિંગ એટલે ઉશ્કેરણી. સામેવાળી વ્યક્તિને ઉશ્કેરવાનો જ એમાં હેતુ હોય છે. તમારા વિશે જ્યારે કોઈ ઘસાતું બોલે, અણછાજતી કમેન્ટ કરે કે પછી તમારી નબળાઈઓને બઢાવી-ચડાવીને લોકો સામે મૂકે ત્યારે એ વાતને હસી કાઢવી એ જ બેસ્ટ રીઍક્શન હોઈ શકે. એનાથી એક કાંકરે બે પક્ષી મરે. એક તો સામેવાળી વ્યક્તિનો તમને ઉશ્કેરવાનો પર્પઝ સર્વ નથી થતો અને બીજું, પોતાના વિશે ઘસાતું બોલાય ત્યારે પણ ચૂપ રહેવાની પરિપક્વતા એ જ વ્યક્તિ દાખવી શકે જેને પોતાનામાં આત્મવિશ્વાસ હોય. ગુસ્સે થઈને, ઝઘડો કરીને કે સામેવાળો કેટલો ખોટો છે એવી દલીલોમાં ઊતરી પડતી વ્યક્તિ બિનજરૂરી કાદવઉછાળની પ્રવૃત્તિમાં સંડોવાઈ જાય છે. બે વાર કોઈ તમને પોક કરશે, પણ જો તમે એમાં મૅચ્યોર પ્રતિભાવ આપશો તો ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાવાળાની બોલતી બંધ થઈ જશે
નવી નોકરીમાં આ બાબત ધ્યાન રાખશો તો નવી શરૂઆતમાં તમે તમારી નવી છબિ ઉપસાવી શકશો.

columnists sejal patel life and style