ફિંગરિંગ કર્યા પછી પણ પ્લેઝર નથી અનુભવાતું

13 February, 2024 08:17 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વજાઇનામાં ફિંગર આસાનીથી અંદર જતી રહે એટલે તમે વર્જિન નથી એ એવી જ ખોટી માન્યતા છે જેમ કે વજાઇનામાં ફિંગર અંદર ન જાય તે વર્જિન હોય.

પ્રતીકાત્મક તસવીર

હું ૨૧ વર્ષની છું. નાની હતી ત્યારે મારી એક ફ્રેન્ડ અને હું વિચિત્ર હરકતો કરતાં. એકબીજાના પાર્ટમાં કંઈક નાખવાની કોશિશ કરતાં અને અમને ત્યારે મજા પણ આવતી. એ પછી તો અમે અલગ થઈ ગયાં. હવે મૅસ્ટરબેશન કરું છું. કૉલેજની ફ્રેન્ડ્સનું કહેવું છે કે મૅસ્ટરબેશન વખતે ફિંગર વજાઇનામાં અંદર નાખીએ તો ઉત્તેજના થાય, પણ મને એવું કશું નથી થતું. મારી ફિંગર આસાનીથી અંદર જતી રહે છે અને એ પણ ઑલમોસ્ટ આખી. મેં એવું સાંભળ્યું છે કે વર્જિનિટી અકબંધ હોય તેને ફિંગર ઇન્સર્ટ કરવામાં અવરોધ આવે, પણ એવું મને નથી થતું. હું વર્જિન ન હોવાથી મને સેક્સ્યુઅલ પ્લેઝર ફીલ નથી થતું એવું બની શકે? હું ફૉર્વર્ડ થિન્કિંગ ધરાવું છું અને મારે પહેલી વારનું સેક્સ-પ્લેઝર મારી વર્જિન અવસ્થામાં જ માણવું છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ ફેમસ એવું વર્જિનિટી માટેનું ઑપરેશન કરાવી શકાય? 
મલાડ

સેક્સ્યુઅલ ​રિલેશનશિપ બાબતે કેટલીક અવાસ્તવિક ધારણાઓને કારણે તમે ઍન્ગ્ઝાયટી અનુભવી રહ્યાં છો. સૌથી પહેલી વાત તો એ કે વ્યક્તિ વર્જિન હોય કે ન હોય, એને સેક્સ્યુઅલ પ્લેઝર સાથે કોઈ લેવાદેવા નથી. નહીં તો પહેલી વાર સેક્સ માણ્યા પછી આખી જિંદગી ફીમેલને સેક્સમાંથી આનંદ મળતો જ ન હોત. તમારી વર્જિનિટીથી તમને કે તમારા પાર્ટનરને મળતા આનંદમાં કોઈ ફરક નથી પડવાનો એટલું સમજી લો. 

વજાઇનામાં ફિંગર આસાનીથી અંદર જતી રહે એટલે તમે વર્જિન નથી એ એવી જ ખોટી માન્યતા છે જેમ કે વજાઇનામાં ફિંગર અંદર ન જાય તે વર્જિન હોય. ઘણી છોકરીઓ હોય છે જેમણે અનેક વાર સેક્સ માણ્યું છે, પણ એમ છતાં તેમની ફિંગર વજાઇનામાં જતી નથી. એનો અર્થ એવો નથી થતો કે તેઓ વર્જિન છે.

બાળપણમાં કરવામાં આવેલી નાદાનીને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. ઘણી વાર કેટલીક યુવતીઓમાં વર્જિનિટી ફર્સ્ટ નાઇટ પછી પણ અકબંધ રહે છે અને ક્યારેક ભારે વજન ઉપાડવાથી કે હેવી સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી પણ એ તૂટી જાય છે. તમે જો ખરેખર મૉડર્ન વિચારસરણી ધરાવતાં હો તો વર્જિનિટીના ઇશ્યુને મોટો બનાવવાની જરૂર જ નથી. વર્જિનિટી માટેનું ઑપરેશન કરાવી શકાય, પણ એનાથી તમને બેસ્ટ ફિઝિકલ સૅટિસ્ફૅક્શન મળશે માન્યતા ભૂલભરેલી છે.

columnists sex and the city