28 November, 2023 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિનય જયસ્વાલ અને તેની પત્ની (સૌજન્ય: ફેસબુક)
સોશિયલ મીડિયા પર તો અવારનવાર લવ સ્ટોરીઝ (Love Story) વાયરલ થતી રહેતી હોય છે. વળી ક્યારેક-ક્યારેક તો વાંચીને આશ્ચર્ય પમાડે એવી સ્ટોરી (Love Story) પણ સામે આવતી હોય છે. એવી જ એક લવ સ્ટોરી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માંથી સામે આવી હતી. આ સ્ટોરી અહીંના રહેવાસી વિનય જયસ્વાલ અને તેની પત્નીની છે. વિનયે પોતાની લવ સ્ટોરી વિષે પોતાના ફેસબુક પર પોસ્ટ શૅર કરી હતી.
આ લવ સ્ટોરીમાં ખાસ વાત તો એ છે કે પત્નીથી છૂટાછેડા લીધાના પાંચ વર્ષ બાદ ફરી કંઈક એવું બન્યું કે બંને સાથે જોડાયા છે. અને બંનેએ ફરીથી લગ્ન કરી લીધા છે.
શું છે આ બંનેની લવ સ્ટોરી? શું છે આ લવ સ્ટોરીનો ટર્નિંગ પોઈન્ટ?
વિનયે પોતાની પોસ્ટ (Love Story)માં જ આ વિષે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે તેમના લગ્ન ડિસેમ્બર 2012માં થયા હતા. પરંતુ કેટલાક મતભેદોને કારણે તેઓએ 2018માં છૂટાછેડા લઈ લીધા હતા. બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. બંને સ્વતંત્ર જીવન જીવવા લાગ્યા હતા.
પરંતુ આ દરમિયાન વિનયને હાર્ટ ઍટેક આવ્યો અને જ્યારે તેની પૂર્વ પત્નીને તેની જાણ થઈ તો તે પોતાની જાત પર કાબૂ રાખી શકી નહીં. તે વિનયની સંભાળ લેવા માટે આવી ગઈ. વિનયે તેની પોસ્ટમાં લખ્યું છે કે તેની ઓપન હાર્ટ સર્જરી બાદ પત્ની તેને CCUથી ઘર સુધીની સંપૂર્ણ રિકવરી દરમિયાન સપોર્ટ કર્યો. હાર્ટ ઍટેકથી તેમના હૃદય વચ્ચેના મતભેદ સાવ ખતમ થઈ ગયા હતા. અને તેઓ ફરી હવે એક થઈ ગયા છે.
વિનય જયસ્વાલે જણાવ્યું હતું કે “પૂરા 5 વર્ષ બાદ અમે ફરી સાથે આવ્યા છીએ. અમને વિચાર આવ્યો હતો કે ચાલોને બગડેલા સંબંધોને ફરીથી ઠીક કરીએ. ઘણીવાર આ પરિસ્થિતિમાં ઘણા પણ ને બણના પ્રશ્નો આવતા હોય છે. જે સમય સાથે જૂની અને બગડેલી વસ્તુઓને સુધારવામાં સૌથી મોટી અડચણ તરીકે કામ કરે છે.
પણ અમે તો આ બધાને બાજુ પર રાખીને 11 વર્ષના ડિવોર્સ પછી ફરી એક થવાનું નક્કી કર્યું અને અમારા પ્રિયજનોની હાજરીમાં કુટુંબના કાર્યક્રમ દરમિયાન લગ્ન સમારોહ (Love Story) અને લગ્ન પ્રસંગ ઉજવવાનો સંકલ્પ કર્યો.
વિનયે તેઓના ફરીથી પરણવાના અવસર (Love Story)ને ખૂબ જ શુભ અવસર ગણાવ્યો છે. તેણે તેઓના તમામ પ્રિય મિત્રો, સંબંધીઓ, સહકાર્યકરો, નજીકના લોકો અને શુભેચ્છકોના સંગતથી વંચિત રહ્યા તે બદલ અફસોસ પણ વ્યક્ત કર્યો છે. વિનયે સૌ મહેમાનોને પણ જણાવ્યું હતું કે, “અમે તમારા સાથ અને આશીર્વાદની ઈચ્છા ધરાવીએ છીએ અને તમને તમારી અનુકૂળતા મુજબ અમારા નિવાસસ્થાને હાર્દિક આમંત્રણ છે.”