22 May, 2023 05:30 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારા મૅરેજને હજી માંડ અઢી મહિના થયા છે. હું અને મારી વાઇફ અત્યારે બાળકની કોઈ ઇચ્છા રાખતાં નથી, પણ બને છે એવું કે કૉન્ડોમ મને ફાવતું નથી. વાઇફને કૉન્ડોમ સામે કોઈ વિરોધ નથી અને તેના પ્લેઝરમાં પણ કોઈ ફરક નથી પડતો, પણ મારું બધું કૉન્સન્ટ્રેશન કૉન્ડોમ પહેર્યા પછી એ જ જગ્યાએ રહે છે અને હું પૂરતો આનંદ લઈ શકતો નથી, જેને લીધે મારાથી વધારે પડતા આવેશ સાથે સેક્સની પ્રક્રિયા થાય છે, જે વાઇફ માટે પેઇનફુલ છે. કૉન્ડોમ ન વાપરવું પડે એવો કોઈ રસ્તો દેખાડશો, કારણ કે કૉન્ડોમ વિના પેનિટ્રેશનની પ્રોસેસ પણ તેના માટે પેઇનફુલ છે. કાંદિવલી
જો બાળક ન ઇચ્છતા હો તો સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે એ જરૂરી છે. અફકોર્સ, પ્રેગ્નન્ટ રહે તો પણ ક્યુરેટિન જેવા રસ્તાઓ તો છે જ, પણ એમ છતાં જો બાળક ઇચ્છતા જ ન હો તો બહેતર છે કે સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે. તમે કૉન્ડોમ ન વાપરવા માગતા હો તો તમારી વાઇફના પિરિયડ્સના એક વીક પછી અને પિરિયડ્સના એક વીક પહેલાંના તબક્કાને છોડીને તમે સેક્સ કરો તો બાળકની શક્યતા ઓછી રહે છે, પણ અમુક તબક્કામાં એવું બનતું નથી એટલે એ જોખમ રહી શકે.
તમે કહ્યું એમ, કૉન્ડોમ વિના પેનિટ્રેશન સમયે વાઇફને પેઇન થાય છે તો તમે એની માટે જેલી વાપરી શકો છો. લુબ્રિકેશન જનરેટ કરતી જેલી ઑલરેડી માર્કેટમાં મળે છે. આ ઉપરાંત સેલ્ફ-લુબ્રિકેશનનો પણ રસ્તો છે. વાઇફને એક્સાઇટ કરવા માટે સેક્સ પહેલાં ફોર-પ્લેનો રસ્તો અપનાવો અને વાઇફને ફિંગરિંગ કે પછી વજાઇનલ પાર્ટ પર હળવા હાથે મસાજ આપીને તમે તેને પહેલાં પ્લેઝર આપી દેશો તો ત્યાર પછી તમારું પેનિટ્રેશન સરળતા સાથે થઈ શકશે અને તેની પેઇનની તકલીફ પણ નહીં રહે, પણ આ પ્રોસેસમાં બન્નેનું એક્સાઇટમેન્ટ લેવલ અલગ-અલગ સમયે આવે એવું બની શકે છે. બહેતર એ જ છે કે સેફ્ટી પ્રોડક્ટ વાપરવામાં આવે. ફીમેલ કૉન્ડોમ પણ માર્કેટમાં અવેલેબલ છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો.