મોટી ફૅમિલી અને નાનું ઘર પ્રાઇવસી ન આપે તો સ્ટેકેશન પર જઈને પ્રાઇવસી માણો

27 May, 2024 12:02 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ઘર નાનું હોય એટલે વાઇફની ફિઝિકલ નીડ વિશે વિચારવું નહીં એ ખરેખર તો એક સ્ત્રી પર કરેલા શારી​રિક જુલમ સમાન છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના એક કપલની તમને વાત કહું. ત્રીસેક વર્ષની ઉંમરનો હસબન્ડ પોતાની વાઇફને લઈને આવ્યો. તેનું કહેવું હતું કે વાઇફ ડિપ્રેશનમાં છે અને દરેક નાની-નાની વાતે ઘરમાં કજિયો શરૂ કરી દે છે. થોડી પૂછપરછ કરી તો ખબર પડી કે તે કપલ સાથે તેનો નાનો ભાઈ, નાની બહેન અને મમ્મી-પપ્પા એમ બધાં રહેતાં હતાં. જૉઇન્ટ ફૅમિલીમાં થતા ઝઘડાઓ નાના હોય, પણ એની ઇન્ટેન્સિટી આખી ફૅમિલી પર અસર છોડતી હોય. સાસુ સાથે બોલવાનું થયું હોય તો નણંદ પણ વચ્ચે બોલે અને દિયર પણ બોલે. કહેવાનો ભાવાર્થ એ કે હસબન્ડનું ટેન્શન સાચું હતું. વાઇફ સાથે વાત કરતાં લાગ્યું કે તે પણ ડિપ્રેશનના બેઝિક સ્ટેજ પર તો હતી જ, પણ એ સ્ટેજ આવ્યું ક્યાંથી એ જાણવાની કોશિશ કરી તો મુદ્દો આખો જુદો જ નીકળ્યો અને એ જ મુદ્દાની આપણે વાત કરવી છે.

વાઇફ સાથે થતી વાતચીત દરમ્યાન તેણે કહ્યું કે મૅરેજને એક જ વર્ષ થયું છે ત્યાં એવું બની ગયું છે કે અમે હસબન્ડ-વાઇફ માંડ મહિનામાં એકાદ વાર પ્રાઇવસી મેળવી શકીએ છીએ. એક રૂમ સાસુ-સસરાને જ આપવાનો અને બીજો રૂમ કોઈ ને કોઈ કારણોસર નણંદ કે દિયર દ્વારા રોકાયેલો હોય. તમે જોજો, વાત કઈ છે અને ઇશ્યુ કઈ દિશાનો ઊભો થયો છે! સેક્સની જરૂરિયાત પણ માણસને સાઇકોલૉજિકલી ડિસ્ટર્બ કરી જાય જે અહીં પુરવાર થતું મેં જોયું એટલે હસબન્ડને સમજાવીને વાત કરી તો તેણે એવી દલીલ કરી કે અમે અત્યારે જુદા ન થઈ શકીએ અને પર્સનલ રૂમ મળે એવું મોટું ઘર અમે ખરીદી શકીએ એમ નથી. નાની રૂમ અને સંકડાશ વચ્ચે સેંકડો લોકો મુંબઈમાં જીવે જ છે અને મહદંશે આ પ્રશ્ન મોટા ભાગનાં કપલને નડે છે. અમુક કિસ્સામાં તો દિવસ દરમ્યાન પણ પ્રાઇવસી શોધી કે ચોરી લેવામાં આવે, પણ લૉકડાઉનમાં તો એ પણ શક્ય નહોતું બન્યું અને એને લીધે મહત્તમ કપલ મેન્ટલી ડિસ્ટર્બ્ડ રહેવા માંડ્યાં હતાં.

એક વાત આપણે સમજવી જોઈએ કે જે રીતે પેટને ભૂખ લાગે છે એ જ રીતે શરીરને પણ પોતાની કેટલીક જરૂ​રિયાતો હોય અને એ જરૂ​રિયાત ત્યારે વધારે ઉત્તેજક બને જ્યારે તમારી પાસે પાર્ટનર એટલે કે હસબન્ડની અવે​​બિ​લિટી હોય. ઘર નાનું હોય એટલે વાઇફની ફિઝિકલ નીડ વિશે વિચારવું નહીં એ ખરેખર તો એક સ્ત્રી પર કરેલા શારી​રિક જુલમ સમાન છે. અગવડતા વચ્ચે સગવડતા કેવી રીતે ઊભી કરવી એની આવડત હસબન્ડ કે પાર્ટનરમાં હોવી જ જોઈએ. ઘર નાનું છે તો દસ-પંદર દિવસે બે દિવસનું વેકેશન લો. અરે, મુંબઈમાં જ હોટેલમાં રહેવા સ્ટેકેશન માણો, પણ વાઇફની નીડ જાણીને તેને ફિઝિકલી પણ પૂરતો સમય આપો.

sex and relationships relationships life and style columnists