15 May, 2023 04:26 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૨૩ વર્ષ છે, મૅરેજ ઑગસ્ટમાં છે. એન્ગેજમેન્ટ પછી અમે મળીએ છીએ, પણ કોઈ રીતે ફિઝિકલી આગળ વધ્યાં નથી. અમે હજી કિસ પણ નથી કરી, મેં એક વાર સહેજ પહેલ કરી ત્યારે મને મારી ફિયાન્સેએ એવું કહીને અટકાવી દીધો કે એ બધું મૅરેજ પછી. મારા ફ્રેન્ડ્સ કહે છે કે અત્યારે નેટ-પ્રૅક્ટિસ કરી લઈએ તો મૅરેજ સમયે વજાઇનલ-પેનિટ્રેશનમાં વાંધો ન આવે. તેમની આવી વાત સાંભળીને મને ટેન્શન એ થાય છે કે ફર્સ્ટ નાઇટ સમયે હું ભૂલ ન કરી દઉં. સાચી જગ્યાની ખબર કેવી રીતે પડે? ધારો કે ખોટી જગ્યાએ પેનિટ્રેશન થાય તો કોઈ પ્રૉબ્લેમ થાય?
બોરીવલી
તમારા ટેન્શનનું મુખ્ય કારણ છે કે તમને સેક્સ વિશે કે ફીમેલ બાયોલૉજિકલ પાર્ટ્સનું નૉલેજ પણ નથી. બીજી જે વાત છે એ અફસોસજનક છે એવું હું ચોક્કસ કહીશ. તમારા જેવો પ્રશ્ન અઢળક યંગસ્ટર્સ અનુભવે છે એ અત્યાર સુધીના અનુભવ પરથી હું કહું છું. એક વાત યાદ રાખજો, હ્યુમન બૉડીની રચના જેટલી જટીલ દેખાય છે એટલી મૂંઝવણ સાથેની નથી.
ફીમેલની વજાઇના અને યુરિનરી ઑર્ગન બન્ને જુદાં છે અને એ બન્નેના મુખ અલગ-અલગ છે. જો વધારે ડિટેલ સાથે સમજાવવાનું હોય તો કહેવું જોઈએ કે યુરિનરી ઑર્ગનનો ડોર ઉપર તરફ અને વજાઇના ડોર નીચેની તરફ હોય છે. જે વજાઇનલ પાર્ટ છે એ પિરિયડ્સ, સેક્સ અને પ્રેગ્નન્સી સાથે જોડાયેલો છે, જ્યારે યુરિનરી ઑર્ગન સમજી શકાય એમ યુરિન સાથે જોડાયેલો છે.
વજાઇનલ પાર્ટનો જે ડોર છે એ યુરિનરી ડોર કરતાં મોટો હોય છે, જેને લીધે પેનિટ્રેશન એ જ જગ્યાથી શક્ય બની શકે છે. યુરિનરી ઑર્ગનમાં પેનિટ્રેશન શક્ય જ નથી એટલે તમારા મનમાં જે ચિંતા છે એ બિલકુલ અસ્થાને છે. પણ હા, શરૂઆતમાં પેનિટ્રેશનમાં તકલીફ પડી શકે છે, પણ એ સહજ છે અને સમય જતાં એ તકલીફ પણ નીકળી જશે. તમે જમવા બેસો અને એ જ સમયે લાઇટ જાય તો પણ તમારા હાથમાં રહેલો કોળિયો મોઢામાં જ જાય છે. હાથ દાઢી પર કે નાકમાં નથી જતો. બસ, આવું જ શરીરના દરેક અંગનું છે. એક વાત યાદ રાખો. બન્ને બિનઅનુભવી છો એટલે ફર્સ્ટ નાઇટ તમારી અઠવાડિયા-૧૦ દિવસ પછી આવે તો એની ચિંતા કરતાં નહીં.