Hug Day 2024 : માત્ર ૨૦ સેકેન્ડ્સની હગ અને આ બીમારીઓથી મળશે છૂટકારો

12 February, 2024 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hug Day 2024 : દર વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે ‘હગ ડે’

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : એઆઇ)

‘વૅલેન્ટાઇન વીક’ (Valentine’s Day 2024)નો દરેક દિવસ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ હોય છે. આ ‘વૅલેન્ટાઇન વીક’માં ૧૨ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં `હગ ડે` (Hug Day 2024) તરીકે ઉજવવામાં આવે છે. ‘વૅલેન્ટાઇન વીક’નો આ છઠ્ઠો દિવસ છે. આ દિવસે, યુગલો એકબીજાને જાદુઈ જપ્પી એટલે કે હગ આપે છે અને તેમને અહેસાસ કરાવે છે કે તેમની વચ્ચેનું કનેક્શન બહુ પાક્કું છે. પરંતુ, શું તમે જાણો છો કે ગળે લગાવવાથી, એક હગ કરવાથી માત્ર પ્રેમની અભિવ્યક્તિ જ નથી થઈ શકતી પરંતુ તે માનસિક સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરી શકે છે. ચાલો આજે `હગ ડે` (Hug Day 2024)ના દિવસે જાણીએ તેના ફાયદા.

જ્યારે આપણે ખુશ, ઉદાસ, ઉત્સાહિત અથવા દુ:ખમાં ડૂબેલા હોઈએ છીએ, ત્યારે આપણે એવી વ્યક્તિની રાહ જોતા હોઈએ છીએ કે જેને આપણે હગ કરી શકીએ અને આપણો મૂડ હળવો કરી શકીએ. આ જ કારણ છે કે કોઈને ગળે લગાડવું એ સૌથી અસરકારક યૂનિર્વસલ કમ્ફર્ટિંગ ટેકનિક ગણી શકાય.

વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે હગિંગ વાસ્તવમાં મન અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તમે તમારા પરિવાર, મિત્રો અથવા કોઈ વિશેષ વ્યક્તિને ગળે લગાડો છો, ત્યારે તે તમારામાં અંદર રહેલી પીડા અને તણાવને ઘટાડે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ખાસ કરીને તમારા પાર્ટનરને ગળે લગાવવું એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે.

એક જાદુકી જપ્પી માત્ર માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં જ મદદ નથી કરતી, તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, રોગોને દૂર રાખવામાં, પીડા ઘટાડવા વગેરેમાં પણ ઘણી મદદ કરે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો તમે તમારા પાર્ટનરને ૨૦ સેકન્ડ માટે ગળે લગાડો છો, તો તે તમારા બ્લડ પ્રેશરનું સ્તર સુધારી શકે છે અને તમારા હૃદયના ધબકારા સારા રાખી શકે છે.

આપણા શરીરમાં રાસાયણિક ઓક્સીટોસિન હોય છે, જેને ‘હગ હોર્મોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે જ્યારે આપણે આલિંગન કરીએ, હાથ પકડીએ અથવા નજીક બેસીએ ત્યારે વધે છે. તે ખુશી અને તણાવને દૂર કરવાનું કામ કરે છે. એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ પર તેની ઘણી અસર છે. જ્યારે કોઈ સ્ત્રીનો તેના જીવનસાથી સાથે સારો સંબંધ હોય છે અને તેઓ ગળે લગાડતા રહે છે, તો તે વધુ ખુશ અને સકારાત્મક રહે છે, તેના બાળક સાથે પણ સારા સંબંધ હોય છે.

જ્યારે તમે તમારા પાર્ટનરને ગળે લગાડો છો, ત્યારે કોઈપણ પ્રકારની ઈજામાંથી ઝડપથી સાજા થાય છે, સ્નાયુ અથવા શરીરનો દુખાવો ઝડપથી સુધરે છે, મૃત્યુનો ડર ઓછો થાય છે, માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને પીડા સહન કરવાની ક્ષમતા પણ વધે છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી તમારા સાથીને હગ આપો.

આજે હગ ડેના દિવસે નક્કી કરો કે દિવસમાં એક વાર તો તમારા પાર્ટનરને ચોક્કસ હગ કરશો.

valentines day sex and relationships relationships life and style