નવાં પરણેલાં યુગલો કેટલી વાર ઇન્ટિમેટ સંબંધ રાખે એ હેલ્ધી કહેવાય?

16 September, 2024 09:00 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ફિઝિકલ રિલેશનશિપમાં વીકમાં કેટલી વાર જોડાવું એનું કોઈ થર્મોમીટર નથી અને એવું કોઈ કહી પણ ન શકે

પ્રતીકાત્મક તસવીર

શીર્ષકમાં પૂછાયેલો છે એવો સવાલ ઑલમોસ્ટ દરેક ત્રીજો પુરુષ પૂછતો. પણ‍ હવે સ્ત્રીઓ પણ આ વાત પૂછતી થઈ ગઈ છે અને આ વાતને લઈને તે હસબન્ડ કે બૉયફ્રેન્ડ પર શંકા કરતી થઈ ગઈ છે. હમણાંનો જ કિસ્સો કહું.

મલાડમાં રહેતાં એક લેડી મને મળ્યાં. તેમનાં મૅરેજને એકાદ વર્ષ થયું હતું. તેમનાં મૅરેજના એક જ મહિના પછી તેની ખાસ ફ્રેન્ડનાં મૅરેજ થયાં હતાં. તમને નવાઈ લાગે એવી એક વાત કહું. પુરુષો જેટલી પોતાની સેક્સલાઇફની ચર્ચા પોતાના ફ્રેન્ડ્સ સાથે નથી કરતા એટલી વાતો ફીમેલ વચ્ચે થતી હોય છે. જે સારું છે અને એટલું જ ખરાબ પણ છે.

આપણે જે બે વાઇફની વાત કરીએ છીએ એ બન્નેની વાતોને લીધે મલાડમાં રહેતી છોકરીએ સવાલ કર્યો કે મારા કરતાં એક જ મહિનાની મૅરેજ લાઇફ ઓછી હોવા છતાં મારી ફ્રેન્ડ અને તેના હસબન્ડ વીકના સાતેસાત દિવસ ઇન્ટિમેટ રિલેશનથી જોડાય છે, પણ મારા હસબન્ડ વીકમાં માંડ બે કે ત્રણ વખત ફિઝિકલ થાય છે. એ વાઇફને શંકા હતી કે તેના હસબન્ડને બહાર કોઈ છોકરી સાથે ફિઝિકલ રિલેશન હશે, જેને લીધે તે વાઇફ સાથે ફિઝિકલ થવાનું ટાળે છે. તેમના આ તર્કમાં એક વત્તા એક બરાબર બે જેવો સીધો હિસાબ હતો, પણ એવો હિસાબ પર્સનલ રિલેશનશિપમાં લાગુ નથી પડતો. બહુ સામાન્ય ઉદાહરણ સાથે કહું તો આઠ દિવસ ઉપવાસ કર્યા પછી માણસ નવમા દિવસે આઠ દિવસનું ફૂડ એક સાથે નથી ખાઈ શકતો. પેટમાં જગ્યા હોય એટલું જ ફૂડ એમાં સમાય, એવી જ રીતે જેવી કામેચ્છા હોય એટલું જ ફિઝિકલ રરિલેશન પ્રત્યે ઍટ્રૅક્શન જાગે. આ થઈ પહેલી વાત. બીજી વાત, વ્યક્તિ-વ્યક્તિએ પ્રોફેશન જુદાં છે અને દરેક પ્રોફેશનનું સ્ટ્રેસ-લેવલ કે પ્લેઝર લેવલ જુદું હોય છે. જો તમે તમારા કામને પ્રેમ કરતા હો તો એ કામમાંથી પણ તમને ફિઝિકલ રિલેશન જેટલું જ પ્લેઝર મળે એવું બની શકે અને એને લીધે પણ વ્યક્તિને વારંવાર ઍક્ચ્યુઅલ ફિઝિકલ થવાનું મન ન થતું હોય. ત્રીજી અને અગત્યની વાત, ફિઝિકલ રિલેશનશિપમાં વીકમાં કેટલી વાર જોડાવું એનું કોઈ થર્મોમીટર નથી અને એવું કોઈ કહી પણ ન શકે. કોઈ દિવસમાં દસ વાર ખાય અને કોઈ થાળી પર બેસીને ભરપેટ રીતે દિવસમાં એક જ વાર જમે. ઇન્ટિમેટ રિલેશનશિપમાં આંકડો નહીં, તૃપ્તિ મહત્ત્વની છે કે પાર્ટનરે એકબીજાને કેટલું સૅટિસ્ફેક્શન આપ્યું. પદ્‍મશ્રી સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર પ્રકાશ કોઠારી બહુ સરસ વાત કહે છે. સેક્સ એ ક્રિકેટ નથી કે કોણે કેટલી સિક્સર મારી એની નોંધ લેવાય. સેક્સ અને ક્રિકેટની એ ખૂબી છે કે પ્લેયર કેટલો સમય ક્રીઝ પર ટક્યો.

sex and relationships relationships life and style columnists