17 April, 2024 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૉટ્સએપ (ફાઈલ તસવીર)
WhatsApp New Feature પોતાના પ્લેટફૉર્મ્સ પર સતત નવા-નવા ફીચર્સ જોડી રહ્યું છે. કંપનીએ થોડાક સમય પહેલા જ Android યૂઝર્સ માટે UIને રિડિઝાઈન કરી છે. તાજેતરમાં જ WhatsApp પર નવું સર્ચ બાર અને Meta AIનું ફીચર પણ આવી ગયું છે. જો કે, Meta AIનું ફીચર હાલ બધા યૂઝર્સને નથી મળી રહ્યું.
હવે WhatsAppએ એક વધુ નવું ફીચર પોતાના પ્લેટફૉર્મ પર જોડી છે. આ ફીચર Chat ફિલ્ટરની છે. Metaના ઈન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફૉર્મે એક બ્લૉગ પોસ્ટ જાહેર કરીને આ ફીચરની માહિતી આપી છે. તો જાણો આ વિશે વધુ ડિટેલ્સ.
શું છે WhatsApp Chat ફિલ્ટર?
Metaના CEO માર્ક ઝકરબર્ગે ચેટ ફિલ્ટર ફીચરના લૉન્ચની માહિતી આપી છે. આ ફીચર પછી તમે સરળતાથી બધા મેસેજને ફિલ્ટર કરી શકશો. આ ફીચરને કારણે કોઈ ચેટને ઓપન કરવામાં લાગતો સમય ઘટી જશે. કંપની તમને અલગ-અલગ ચૅટ્સને ફિલ્ટર કરવાનું ઑપ્શન આપી રહી છે.
આ ફીચરને રિલીઝ કરવાનું કારણ, લોકો માટે અલગ-અલગ વૉટ્સએપ ચૅટ્સનું એક્સેસ, સરળ બનાવવાનું છે. અત્યાર સુધી તમને કોઈપણ વૉટ્સએપ ગ્રુપ અને અનરીડ મેસેજ માટે ઈનબૉક્સમાં ચેટ્સને સ્ક્રૉલ કરવું પડતું હતું. હવે તમને આને માટે ફિલ્ટર મળી જશે, જેથી તમે એક જગ્યાએ ગ્રુપ ચેટ્સ જોઈ શકશો.
કઈ રીતે કામ કરે છે આ ફીચર?
WhatsAppએ ત્રણ ડિફૉલ્ટ ફિલ્ટરને ઈન્ટ્રોડ્યૂસ કર્યા છે, જેથી તમે યોગ્ય કન્વર્સેશનને એક્સેસ કરી શકો. સૌથી પહેલા તમને iOS અથવા Android સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરવાનું રહેશે. ધ્યાન રહે કે તમારું વૉટ્સએપ અપડેટેડ હોય. હવે તમને ટૉપમાં આપવામાં આવેલી ત્રણ ફિલ્ટર પર ક્લિક કરવાનું રહેશે.
ટૉપમાં તમને All, Unread અને Groupsના વિકલ્પ મળશે. All ફિલ્ટરમાં બધા ચેટ્સ તમને જોવા મળશે. તો ગ્રુપ ફિલ્ટર ઉપયોગ કરવા પર તમને બધા ગ્રુપ્સ જોવા મળશે. આ રીતે તમે Unread ચૅટ્સના ફિલ્ટરને સિલેક્ટ કરો છો, તો તે બધા ચૅટ્સ દેખાશે, જેને તમે રીડ નહીં કર્યા હોય.
નોંધનીય છે કે વૉટ્સઍપ (WhatsApp New Feature) એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી... વૉટ્સઍપે તાજેતરમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે. આ સિરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર (WhatsApp New Feature) લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.
અત્યાર સુધી વૉટ્સઍપ પર સ્ટેટસ (WhatsApp New Feature) પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવા ફીચરની રજૂઆત બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. ડબલ્યુએબીટાઇન્ફો આ નવા ફીચરની માહિતી આપી છે. એટલું જ નહીં ડબલ્યુએબીટાઇન્ફોએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.