24 August, 2020 05:31 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
વૉટ્સએપ
WhatsApp પોતાના યૂઝર્સના ચૅટિંગ એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે નવા-નવા ફીચર્સ અપડેટ કરે છે. આ જ ક્રમમાં કંપનીએ હવે ગ્રુપ કૉલિંગમાં ખાસ ફેરફાર કર્યા છે. WABetaInfoના એક રિપોર્ટ પ્રમાણે વૉટ્સએપ હવે ગ્રુપ કૉલ આવવા પર યૂઝર્સને એક જુદી રિંગટોન સંભળાશે. કંપની આને બીટા અપડેટ વર્ઝન નંબર 2.20.198.11 સાથે ઑફર કરી રહી છે. આ ખાસ ફિચર હજી ફક્ત એન્ડ્રૉઇડ બીટા યૂઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.
વન-ટૂ-વન કૉલિંગની રિંગટોનમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યા નથી એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ગ્રુપ કૉલ આવવા પર યૂઝરને હવે એક જુદી રિંગટોન સંભળાશે. તો, સિંગલ એટલે કે વન-ટૂ-વન કૉલિંગમાં કંપનીએ કોઇપણ ફેરફાર નથી કર્યા અને આ પહેલાની જેમ જ ચાલશે. આ અપડેટની સાથે જ કંપની ઇચ્છે છે કે યૂઝર્સને ફોનની રિંગટોન સાંભલીને ખબર પડી જાય કે જે કૉલ તેમને કરવામાં આવ્યો છે તે ગ્રુપ કૉલ છે કે વન-ટૂ-વન કૉલ.
કૉલિંગ સ્ક્રીન માટે નવું ઇન્ટરફેસ
કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે વૉટ્સએપ હવે કૉલિંગ સ્ક્રીન માટે પણ નવું યૂઝર ઇન્ટરફેસ રોલઆઉટ કરે છે. શૅર કરવામાં આવેલા સ્ક્રીનશૉટ પ્રમાણે હવે કૉલિંહ દરમિયાન દેખાતા બધાં આઇકન સ્ક્રીનમાં નીચેની તરફ હશે. આમાં કૉલ ડિસ્કનેક્ટ કરવાનું આઇકન સેન્ટરમાં હશે. તો સ્ક્રીન પર દેખાતા અન્ય આઇકન જેમ કે સ્વિચ કેમેરા, મેસેજ, કેમેરા માઇક ઇનેબલ/ડિસેબલ નીચે એક જ સીધી લાઈનમાં દેખાશે.
બગને કારણે પણ સ્ક્રીનમાં જોઇ શકાશે કેટલાક ફેરફાર
રિપૉર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે યૂઝર ઇન્ટરફેસમાં થયેલા આ ફેરફારને અત્યારે યૂઝર નહીં જોઈ શકે કારણકે આ ફેરફાર હજી ડેવલપમેન્ટ ફેઝમાં છે. આની સાથે જ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના ફેરફાર કે અપડેટ ક્યારેક-ક્યારેક કોઇક બગને કારણે પણ જોઇ શકાય છે. વૉટ્સએપમાં તાજેતરમાં જ એનિમેશન સ્ટિકર્સનું ફિચર પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફિચર આગામી અપડેટ્સ દ્વારા યૂઝર્સને મળશે. જો કે, આશા છે કે કંપની અપડેટ વર્ઝન2.20.198.11 સાથે જ આ પણ અવેલેબલ કરી આપે.