30 April, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)ના માલિક એલન મસ્ક (Elon Musk) હવે સામાન્ય યુઝર્સ પાસેથી પણ પૈસા વસૂલવાની તૈયારી કરી રહ્યા છે. મસ્કે જાહેરાત કરી છે કે ટ્વિટર આવતા મહિનાથી યુઝર્સને પ્લેટફોર્મ પર સમાચાર અથવા લેખ વાંચવા માટે ચાર્જ કરવાની મંજૂરી આપશે. મસ્કનું કહેવું છે કે જે યુઝર્સ માસિક સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરતા નથી તેમને લેખો વાંચવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. તાજેતરમાં જ મસ્કે ટ્વિટર પરથી ફ્રી બ્લુ ટિક હટાવી દીધી હતી.
મસ્કે ટ્વિટર પર કરી જાહેરાત
કંપનીના નવા માલિક એલન મસ્કે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક નવી જાહેરાત કરી છે. એલન મસ્કે તેને મીડિયા સંસ્થાઓ અને જનતા બંનેની જીત ગણાવી છે. તેમણે લખ્યું છે કે, "આવતા મહિનાથી શરૂ કરીને, પ્લેટફોર્મ મીડિયા પ્રકાશકોને લેખના આધારે પ્રતિ ક્લિક દીઠ યુઝર્સને ચાર્જ કરવાની મંજૂરી આપશે. આ તે યુઝર્સ માટે હશે જેઓ માસિક સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરતા નથી. જે લોકો ક્યારેક જ લેખો વાંચવા ઈચ્છે છે તેમણે લેખ દીઠ ઊંચી કિંમત ચૂકવવી પડશે. મીડિયા સંસ્થાઓ અને જનતા બંને માટે મોટી જીત છે.”
મસ્કે અગાઉ કન્ટેન્ટ સબસ્ક્રિપ્શનમાં 10 ટકાનો ઘટાડો કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્લેટફોર્મ પ્રથમ વર્ષ પછી કન્ટેન્ટ સબસ્ક્રિપ્શન પર 10 ટકાનો કાપ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. તે જ સમયે, મસ્ક આવકના સ્ત્રોતને વધારવા માટે સામગ્રીના મોનેટાઈઝેશન પર પણ વિચાર કરી રહી છે.”
આ પણ વાંચો: ન્યુઝ એજન્સી એ.એન.આઇ.નું ટ્વિટર અકાઉન્ટ બ્લૉક કરાયું
ટ્વિટરે ગયા અઠવાડિયે ફ્રી બ્લુ ટિક દૂર કર્યા
ટ્વિટરે 20 એપ્રિલથી બ્લુ ટિક અને વેરિફિકેશન માટે પેઇડ સર્વિસ લાગુ કરી છે, જે બાદ ફ્રી બ્લુ ટિક કાઢી કરવામાં આવી હતી. ટ્વિટરે લેગસી વેરિફાઈડ બ્લુ ચેકમાર્ક પણ હટાવી દીધો છે. જો કે, સેવા હજુ પણ ઘણા લોકો માટે મફત છે, જેમાં 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા અને અન્ય સરકારી અને બિન-સરકારી સંસ્થાઓના એકાઉન્ટનો સમાવેશ થાય છે.