ભારતમાં ટાટા બનાવશે આઇફોન: અધધધ આટલા મિલિયન ડૉલરમાં ખરીદશે વિસ્ટ્રોન પ્લાન્ટ

27 October, 2023 07:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટાટા ગ્રુપે વિસ્ટ્રોન પ્લાન્ટ હસ્તગત કર્યો છે, જે ભારતમાં આઇફોન્સ (Tata Will Make iPhone In India) એસેમ્બલ કરે છે. હવેથી ટાટા ગ્રુપ દ્વારા ભારતમાં આઇફોનનું ઉત્પાદન અને એસેમ્બલ કરવામાં આવશે

આઇફોનની પ્રતીકાત્મક તસવીર

ટાટા ગ્રુપે (Tata Group) વિસ્ટ્રોન પ્લાન્ટ હસ્તગત કર્યો છે, જે ભારતમાં આઇફોન્સ (Tata Will Make iPhone In India) એસેમ્બલ કરે છે. હવેથી ટાટા ગ્રુપ દ્વારા ભારતમાં આઇફોનનું ઉત્પાદન અને એસેમ્બલ કરવામાં આવશે, ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 27 ઑક્ટોબરે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X દ્વારા માહિતી આપી હતી.

રાજીવ ચંદ્રશેખરે લખ્યું હતું, કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, “તમારા યોગદાન માટે વિસ્ટ્રોનનો આભાર અને ભારતીય કંપનીઓ સાથે ભારતમાંથી વૈશ્વિક પુરવઠા શૃંખલા બનાવવા માટે એપલ દ્વારા આ એક ખૂબ જ સારું પગલું છે.”

વિસ્ટ્રોન ફેક્ટરીમાં થાય છે આઇફોન ૧૪નું ઉત્પાદન

રિપોર્ટ અનુસાર, વિસ્ટ્રોનની ફેક્ટરી (Wistron Factory)ની કિંમત આશરે $125 મિલિયન આંકવામાં આવી છે. આ ડીલ માટે ટાટા ગ્રુપ અને વિસ્ટ્રોન વચ્ચે છેલ્લા એક વર્ષથી વાતચીત ચાલી રહી છે. વિસ્ટ્રોનનો આ પ્લાન્ટ iPhone-14 મોડલના ઉત્પાદન માટે જાણીતો છે. હાલમાં આ પ્લાન્ટમાં 10,000થી વધુ કામદારો કામ કરે છે.

વિસ્ટ્રોન 2008માં ભારતીય બજારમાં પ્રવેશ્યું હતું, જ્યારે કંપની ઘણા ઉપકરણો માટે સમારકામ સુવિધાઓ પ્રદાન કરતી હતી. આ પછી 2017માં કંપનીએ તેની કામગીરીનો વિસ્તાર કર્યો છે અને એપલ માટે આઇફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપ મીઠું વેચવાથી લઈને ટેક્નિકલ સેવાઓ પૂરી પાડવા સુધીના અનેક પ્રકારના બિઝનેસમાં સામેલ છે. તાજેતરના વર્ષોમાં જૂથે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ઈ-કોમર્સ ક્ષેત્રે પ્રવેશવાની યાત્રા શરૂ કરી છે. જૂથ હાલમાં તમિલનાડુ રાજ્યમાં તેની ફેક્ટરીમાં આઇફોન ચેસિસનું ઉત્પાદન કરે છે, જે ઉપકરણની મેટલ બોડી બનાવે છે. વધુમાં, ચેરમેન એન ચંદ્રશેખરન અગાઉ પણ ચિપમેકિંગ બિઝનેસમાં આવવાની આકાંક્ષા વ્યક્ત કરી ચૂક્યા છે.

ચીનને જોરનો ઝટકો

સરકાર કંપનીઓને પોતાના ઉત્પાદન અને રોજગાર વધારવા માટે ઈન્સેન્ટિવ્સ આપી રહી છે. કોરોના મહામારીને (Cvid-19 pendemic) કારણે પેદા થયેલી સપ્લાયની મુશ્કેલીઓ અને અમેરિકા (America) તેમજ ચીન (China) વચ્ચે વધતા તાણ થકી ઈન્ટરનેશનલ કંપનીઓ ચીન (China) પરની પોતાની નિર્ભરતા ઘટાડી રહી છે. આવી સ્થિતિમાં ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ એ તેમની પહેલી પસંદ બની રહ્યું છે. ટાટા ગ્રુપે તાજેતરમાં જ ઇલેક્ટ્રોનિક પ્રૉડક્શનમાં એન્ટ્રી લીધી છે. તામિલનાડુમાં (Tamilnadu) કંપનીની ફેક્ટ્રીમાં આઇફોનની ચેસિ એટલે કે ડિવાઇસની મેટલ બેકબૉન બનાવે છે. સાથે કંપનીએ ચિપ બનાવવામાં રસ દાખવ્યો છે.

વિશ્વમાં પહોંચ

ટાટા ગ્રુપ આઇફોન બનાવનારી એક ભારતીય કંપની તરીકે વિશ્વમાં ચીનની સ્થિતિને પડકાર આપવા માટે પીએમ મોદીના પ્રયત્નો માટે પણ એક મહત્વનું પ્રોત્સાહન સાબિત થઈ શકે છે. આમ થવાથી અન્ય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સને પણ ચીન પર નિર્ભરતા ઘટાડીને ભારતમાં ઉત્પાદન માટે વિચાર કરવાના સ્વીકાર માટે મદદ મળી શકે છે. જણાવવાનું કે 155 વર્ષ જૂની ટાટા ગ્રુપ સૉલ્ટથી લઈને ટેક્નિકલ સેવાઓ સુધી બધું જ વેચે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રુપે ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન અને ઇ-કૉમર્સમાં પણ પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે ટાટા પરિવાર માટટે નવા ક્ષેત્રો છે.

apple tata tech news technology news life and style