Diwali 2023: દિવાળીને લઈ કયા 5 પ્રશ્નો સૌથી વધુ થયા સર્ચ, ગુગલના CEOએ ખોલ્યો ભેદ

13 November, 2023 04:34 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Diwali 2023: ગૂગલના CEO સુંદર પિચાઈ અને Apple CEO ટિમ કૂકે તેમના સત્તાવાર X હેન્ડલ્સ પરથી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની ફાઇલ તસવીર

દિવાળી (Diwali 2023), જેને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશના ઘણા ભાગોમાં ઉજવવામાં આવતો નોંધપાત્ર હિંદુ તહેવારોમાંનો એક છે. ભગવાન રામના 14 વર્ષના વનવાસ પછી ઉત્તર ભારતના પ્રાચીન શહેર અયોધ્યામાં જ્યારે તેઓ પરત ફર્યા તેની સાથે આ પર્વની ઉજવણી જોડાયેલી છે. જ્યારે રામ પરત ફર્યા ત્યારબાદ અયોધ્યાના નાગરિકોએ ઉજવણીના ભાગરૂપે તેલના દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી હિન્દુઓ દિવાળીની ઉજવણી કરે છે, તેલના દીવા પ્રગટાવીને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે.

દિવાળી (Diwali 2023) એ હિન્દુઓ માટે ખૂબ જ ખાસ તહેવાર છે. આ અવસર પર સૌથી મોટી ટેક કંપનીઓના સીઈઓએ પણ ભારતીયોને શુભેચ્છાઓ પાઠવી છે. ગૂગલના CEO સુંદર પિચાઈ અને Apple CEO ટિમ કૂકે તેમના સત્તાવાર X હેન્ડલ્સ પરથી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. પિચાઈએ સ્પેશિયલ GIF મોકલીને કહ્યું હતું કે આખી દુનિયામાં લોકો દિવાળીને લગતા અલગ-અલગ સવાલો શોધી રહ્યા છે.

આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ દિવાળી (Diwali 2023)ના તહેવારને વિશ્વભરમાં ઉજવનારાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને અમુક પ્રસ્નોને પણ શૅર કર્યા છે. પિચાઈએ Google સર્ચ પર દિવાળીની પરંપરાઓ વિશે વૈશ્વિક સ્તરે લોકો સૌથી વધુ જે પ્રશ્નો પૂછે છે તેના વિષે પોસ્ટ કર્યું છે. 

દિવાળીને લઈને લોકોના મનમાં કયા પાંચ પ્રશ્નો ખાસ જન્મે છે?

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai)એ એક્સ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટ સાથે પિચાઈએ લખ્યું છે કે દિવાળી (Diwali 2023)ના તહેવારને લઈને લોકોની વધતી જતી રુચિ સર્ચમાં દેખાઈ રહી છે. ઈન્ટરનેટ યુઝર્સ દિવાળીને લગતા ઘણા પ્રશ્નો શોધી રહ્યા છે. સુંદર પિચાઈએ દિવાળી સાથે જોડાયેલા અલગ-અલગ પ્રશ્નો અંગે એક GIF પણ શૅર કરી છે. દિવાળીને લગતા પાંચ પ્રશ્નો આ GIFમાં બતાવવામાં આવ્યા છે.

પિચાઈએ આપેલી માહિતી અનુસાર, લોકો જાણવા માંગે છે કે, 
૧. ભારતીયો દિવાળી શા માટે ઉજવે છે?
૨. દિવાળી પર રંગોળી કેમ બનાવવામાં આવે છે?
૩. દિવાળી પર દીવા કેમ પ્રગટાવવામાં આવે છે?
૪. દિવાળી પર શા માટે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે?
૫. દિવાળીના દિવસે તેલ સ્નાન શા માટે કરવામાં આવે છે?

"જે લોકો ઉજવણી કરી રહ્યાં છે તેઓને દિવાળી (Diwali 2023)ની શુભકામનાઓ! અમે સર્ચ પર દિવાળીની પરંપરાઓ વિશે લોકોની ઘણી રુચિ જોઈ રહ્યા છીએ, અહીં વિશ્વભરમાં કેટલાક ટોચના ટ્રેન્ડિંગ `શા માટે` પ્રશ્નો મૂક્યા છે. જે લોકોએ સર્ચ કરીને જાણવાનો પ્રયાસ કર્યો છે.” પિચાઈએ તેમના આ સંદેશની સાથે દીવો દર્શાવતા GIF સાથે પોસ્ટ કર્યું છે. ટોચના આ પાંચ પ્રશ્નો જેને વપરાશકર્તાઓ સતત સર્ચ કરી રહ્યાં છે. અને જવાબો શોધી રહ્યા છે. એપલ (Apple)ના સીઈઓ ટિમ કુકે પણ ભારતીયોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. ટિમ કુકે દિવાળી પર સૌને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે.

google tech news sundar pichai apple diwali