ડીપફેક પર રોક લગાવવા માટે શું થઈ રહ્યું છે?

22 December, 2023 02:20 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આને રોકવા ડિજિટલ ફુટ પ્રિન્ટની યાદી બનાવવી જરૂરી છે અને આપણે જે પણ પ્રિન્ટ હોય એને માત્ર આપણા મિત્રો સુધી જ પોસ્ટ કરવી. આપણો મૂળ અવાજ વિડિયોમાં જવા દેવો નહીં.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ફેક ન્યુઝ, ફેક વિડિયો સહિત ઘણી બધી ફેક બાબતોનો પ્રચાર-પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે. એમાં એક ચેહરા પર બીજા ચહેરાને મૂકી એની સાથે ખરાબ-બીભત્સ કે અનૈતિક ચેડાં કરવામાં આવે છે. 

કરુણતા એ છે કે સમાજમાં આ ફેક અસત્ય એટલી તીવ્ર ગતિએ ફેલાઈ રહ્યા છે કે સત્યને પુરવાર થવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજે આશીર્વાદરૂપ ટેક્નૉલૉજી શ્રાપ બની રહી છે. સોશ્યલ મીડિયા પર વિવિધ માધ્યમો મારફત ફેક ન્યુઝ, ફેક વિડિયો, ફેક સ્ટોરી, ફેક જૉબ અને સર્વિસિસ, ફેક સમાજ સેવા પણ પૂરજોશમાં ચાલી રહી છે.
ફોટોશૉપ્ડ વિડિયો ક્લિપમાં એડિટિંગ, કટિંગ અને પેસ્ટિંગ સહિત અનેક ગતકડાં થાય છે. 

ડીપફેક વિડિયોમાં આપણે જે જોઈએ એ બનાવી શકીએ છીએ એ કેટલું મોટું સંકટ ઊભું કરી શકે છે એ એક ચિંતાનો વિષય છે. આમાં લોકોનું જીવન હરામ થઈ ગયું છે. ડીપફેક નામનો રાક્ષસ ડિજિટલ યુગમાં ખતરનાક છે. કોઈ એકાદ સૉફ્ટવેરને બૅન કરવામાં આવે તો બીજાં અનેક નવાં સૉફ્ટવેર ઊભાં થઈ જાય છે. આના પર સરકારે બૅન લગાડવું જરૂરી છે. આવા વિડિયો પર એક ટેગલાઇન લાવવી જોઈએ અને આને રોકવા કડક કાયદા સરકારે બનાવવા જોઈએ અથવા આ ટેક્નૉલૉજીને બધાના હાથમાં જતી રોકવી જોઈએ.
જો કોઈનો ડીપફેક વિડિયો બની જાય તો એને ઇન્ટરનેટ અને સાઇબરમાંથી કાઢી શકાય છે. એઆઇ અને મશીન લર્નિંગ દ્વારા આવા વિડિયો બનાવાય છે. ડીપફેકનો શિકાર ન બનવા લોકોએ હૅશટૅગનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી આવા આર્ટિફિશ્યલ વિડિયો ફેક હોવા છતાં સાચા હોય એવું લાગે છે. ડીપફેક ટેક્નૉલૉજીમાં ચહેરો, વિડિયો અને અવાજ આ ત્રણેનું હામફુલ પ્રિન્ટ ક્રીએટ કરી શકાય છે. 

આને રોકવા ડિજિટલ ફુટ પ્રિન્ટની યાદી બનાવવી જરૂરી છે અને આપણે જે પણ પ્રિન્ટ હોય એને માત્ર આપણા મિત્રો સુધી જ પોસ્ટ કરવી. આપણો મૂળ અવાજ વિડિયોમાં જવા દેવો નહીં. સોશ્યલ મીડિયાની તમામ સાઇટ પર જો આવા કોઈ વિડિયો પોસ્ટ થાય તો પોસ્ટ કરનારને આકરી સજા થવી જ જોઈએ અને એના પર રોક લાગવી જ જોઈએ. આટલું ધ્યાનમાં રાખીશું તો ડીપફેક વિડિયોમાંથી બચી શકીશું. આની નોંધ ગ્રીવેસ ઑફિસરને નોંધાવી શકાય છે, સાથે પોલીસને પણ માહિતી આપી એનો ફેલાવો રોકી શકાય. Stop Ncll.org પોર્ટલ આવા વિડિયોને સાઇબરમાંથી હટાવી દે છે.

 

columnists social media